ઘોર કળિયુગ! પિતાના મિત્રએ જ વ્હાલસોઈ દીકરીને પીંખી, જે પરિવારે રોજીરોટી, આશરો આપ્યો, ત્યાં...
વલસાડ પોલીસની સરાહનીય કામગીરીને પગલે આરોપીને માત્ર એક કલાકમાં મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાં ઝડપી લીધો છે. ત્યારે જે પરિવારે આરોપીને આશરો આપ્યો હતો, તે જ પરિવારની બાળકીને પિંખી નાંખનાર નરાધમ કોણ છે.
નિલેશ જોશી/ઉમરગામ: કોલકત્તા રેપકાંડની શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાનકડી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. જોકે વલસાડ પોલીસની સરાહનીય કામગીરીને પગલે આરોપીને માત્ર એક કલાકમાં મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાં ઝડપી લીધો છે. ત્યારે જે પરિવારે આરોપીને આશરો આપ્યો હતો, તે જ પરિવારની બાળકીને પિંખી નાંખનાર નરાધમ કોણ છે.
"ખાવા માટે કંઈ નથી, બાળકોને જોઈને કાંપે છે કાળજું...", પૂર વચ્ચે કેવી રીતે જીવે છે..
વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. પીડિત પરિવાર બાળકીને લઈ ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તે મુજબ પોલીસે ગણતરીના સમયમાંજ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી ધબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોકસો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં બનેલું 'ડીપ ડિપ્રેશન' પાકિસ્તાન તરફ આગળ વધ્યું, હજુ આવતીકાલનો દિવસ ભારે
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ગુલામ મુસ્તફા પીડિતાના પિતાનો મિત્ર જ હતો અને પીડિતાના પિતાએ જ આરોપીને એક કંપનીમાં કામે પણ લગાવ્યો હતો. જોકે નરાધમ ગુલામ મુસ્તફાએ જે પરિવારે તેને રોજીરોટી અપાવી તે જ પરિવારની માસુમ ત્રણ વર્ષની બાળકી પર નજર બગાડી અને તેને પિંખી નાખી હતી. આથી સમગ્ર ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પીડિતાના પરિવાર અને ઉમરગામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હજારો લોકોના ટોળાએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. બનાવની ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા એસપી ડૉ કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો. અને મામલો થાળ પાડવા પ્રયાસ કર્યો હતો.
મોરબીમાં મોટી કરુણાંતિકા! ટ્રેક્ટર સાથે તણાયેલા 8માંથી 7ના મૃતદેહ મળ્યા, 4 લાખની સહા
વલસાડ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુલામ મુસ્તફાને દાખલરૂપ સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. કેસની તળિયાઝાટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપી ની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓની એક SIT ની રચના કરી હતી.. અને માત્ર 2 જ અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કે ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. આમ વલસાડ જિલ્લા પોલીસવાડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અને સોશિયલ મીડિયામાં ચાલતી કોઈપણ અફવાઓ પર વિશ્વાસ નહીં રાખી અને અફવાથી દૂર રહેવા લોકોને અપીલ પણ કરી હતી.
આ તસવીરો જોવાની હિંમત હોય તો જોજો! પાણીમા ડૂબેલા વડોદરાના દર્દનાક દ્રશ્યો, બધુ ખેદાન
મહત્વપૂર્ણ છે કે કલકત્તા અને ઉત્તર પ્રદેશના માં બનેલી ઘટના ને કારણે સમગ્ર દેશમાં અત્યારે આ મામલે માહોલ ગરમાયેલો છે. લોકોમાં આક્રોશ છે. ત્યારે આજે પણ ઉમરગામમાં માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી પર એક નરાધમેં આચરેલા દુષ્કર્મ બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
જામનગરમાં હચમચાવી નાંખે તેવા દ્રશ્યો! 15 ઈંચ વરસાદનો તબાહીનો VIDEO, આખું શહેર પાણીમા
આથી સમગ્ર વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો. બાળકો સાથે બનતી આવી ઘટનામાં મોટા ભાગે કોઈ જાણી તો જ હોવાનું બહાર આવે છે .ત્યારે આ ઘટનામાં પણ બાળકી સાથે દુષ્કર્મમાં આચારનાર નરાધમ ને બાળકી પહેલે થી પરિચિત હતી. ત્યારે કહેવાતા અંકલ થી પોતાના માસુમો ને બચાવવા એ આજના સમયની માંગ છે અને બાળકોને બેડ ટચ- ગુડ ટચ પણ શીખવાડું ખૂબ જરૂરી બન્યું છે.