"ખાવા માટે કંઈ નથી, બાળકોને જોઈને કાંપે છે કાળજું...", પૂર વચ્ચે કેવી રીતે જીવે છે ગુજરાતના ગામડાં

Gujarat Heavy Rains: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસોથી પૂરથી 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અત્યાર સુધી 6440 લોકોને નીચલા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં ઈવ્યા છે. આ તમામ વાતો વચ્ચે સૌથી વધુ વડોદરાની હાલત ખરાબ છે. જેમાં એકથી એક બદતર દ્રશ્યો સામે આવી રહ્યા છે.

"ખાવા માટે કંઈ નથી, બાળકોને જોઈને કાંપે છે કાળજું...", પૂર વચ્ચે કેવી રીતે જીવે છે ગુજરાતના ગામડાં

Gujarat Heavy Rains: વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત અન્ય શહેરો અને ગામડાઓમાં ઘણા વિસ્તારો હાલના દિવસોમાં પાણીમાં ડૂબેલા છે. આ શહેરોના અનેક ગામડાઓમાં ભારે વરસાદ બાદ પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. હાલત એટલી હદે ખરાબ છે કે લોકોના રેસ્ક્યૂ ઓપરેશન માટે સેનાના જવાનોની મદદ લેવામાં આવી છે. અમુક વિસ્તારોમાં તો 10થી 12 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સેનાના જવાનોને ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીનગરના રિલીફ કમિશ્નર આલોક પાંડેએ છેલ્લા ત્રણ દિવસમાં પૂરથી 15 લોકોના મોતના પુષ્ટિ કરી છે. અત્યાર સુધી 6440 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા અમુક લોકોને બચાવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં તો એટલી હદે સ્થિતિ ખરાબ છે કે લોકોને ખાવા શુદ્ધા ચીજવસ્તુઓ મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

વડોદરામાં પૂરથી પીડિત એક મહિલાએ પોતાની દર્દનાક હાલત વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અમે બહાર નીકળી શકતા નથી. જેના કારણે અમે ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છીએ. અત્યાર સુધી અમને કોઈ પણ રાહત સામગ્રી આપવા માટે આવ્યું નથી. મહિલાએ વધુમાં જણાવ્યું કે, મારા પિતાના પગમાં મુશ્કેલી છે, તેઓ ચાલી શકતા નથી. તેઓ પણ ભૂખ્યા છે. અમે સરખી રીતે ઉંઘી પણ શકતા નખી. આખી રાત બસ અહીં બેસીને કાઢી છે.

પિતાને પીઠ પર સુવાડીને ટોયલેટ કરાવવા લઈ જાય છે પતિ
મહિલાએ કહ્યું કે, મારે ઘરની બહાર ટોયલેટ સુધી પહોંચવા માટે પુરના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. મારા પતિ ટોયલેટ જવા માટે મારા પિતાને પોતાની પીઢ પર સુવાડીને લઈ જાય છે. આજુબાજુના ઘણા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. એવામાં લોકોને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક ઘરમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અહીં રહેનાર લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આ ઘરમાં રહેનાર એક મહિલાએ જણાવ્યું કે દિવસભર પોતાનો ખાટલો સૂકવવા માટે રાખી દે છે અને રાત્રે ધસમસતા પાણી ઉપર પાથરીને સૂવે છે. ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને એક મહિલા ભાવુક થઈને કહે છે કે, "અમે આખી રાત ત્યાં બેઠાં હતાં. અમે કંઈ ખાધું નહોતું. મારે ત્રણ નાના બાળકો છે, જેમને મારે મારી માતાના ઘરે મોકલવા હતા. ઘરમાં ખાવા માટે કંઈ નથી. એક માતા તરીકે મને તેમના માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે."

લોન્ગ ટર્મ પ્લાન પર થઈ રહ્યું છે કામ
આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર લાંબા ગાળાની યોજના પર વિચાર કરી રહી છે. આમાં પૂરના પાણીને વિશ્વામિત્રી નદીમાં છોડવાને બદલે નર્મદા કેનાલમાં ઠાલવવામાં આવે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "લગભગ 20 વર્ષ પછી આવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વામિત્રીમાં આજવા, પ્રતાપપુરા અને  3 અન્ય નોન-ગેટેડ જળાશયોમાંથી પાણી આવે છે. પૂરના લાંબા ગાળાના ઉકેલ માટે ડેમનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાને બદલે અમે વિચારણા કરી રહ્યા છીએ. તેને નર્મદા કેનાલમાં નાખવાની આ યોજના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે.

પૂરમાં ફસાયેલા 1200 લોકોને બચાવાયા
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "વડોદરામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે નદીની બંને બાજુના ઘણા વિસ્તારોમાં હજુ પણ 10 થી 12 ફૂટ પાણી છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ પાણી છે. સ્થાનિક વહીવટીતંત્રે 5,000 થી વધુ લોકોને સ્થળાંતર કરાવ્યું છે. પૂરમાં ફસાયેલા 1200 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.

ખતરાના નિશાનને પાર કરી ગઈ વિશ્વામિત્રી નદી
ભારે વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મંગળવારે સવારે વિશ્વામિત્રી નદીએ 25 ફૂટનું જોખમનું નિશાન વટાવી દીધું. ભાજપના સ્થાનિક નેતાઓ પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યા છે. જો કે તેમના પોતાના ઘર પણ પૂરમાં ડૂબી ગયા છે. 38,000 થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. 1 લાખ ફૂડ પેકેટ પણ વિતરણ માટે તૈયાર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news