વલસાડ: ઘરમાં દીપડાનું બચ્ચુ ઘુસી જતા પરિવારમાં ફફડાટ, ગામ લોકોમાં ભયનો માહોલ
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વલસાડના ધડોઇ ગામમાં વરસતા વરસાદમાં દીપડાનું બચ્ચુ એક મકાનમાં ઘુસી ગયું હતું. જેથી પરિવારના સભ્યો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છો. જો કે ઘરનાં સભ્યોએ હિંમત એકત્ર કરીને દૂધના કેરેટમાં બચ્ચાને પુરી દીધું હતું. જેથી વન વિભાગના અધિકારીઓએ દીપડાના બચ્ચાને કબ્જે લઇને ચનવાઇ ફોરેસ્ટ કચેરી ખાતે લઇ ગયા હતા. વન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે, દીપડાના બચ્ચાની મેડિકલ તપાસ પુર્ણ કર્યા બાદ જંગલમાં સુરક્ષીત છોડી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
વલસાડ : દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વલસાડના ધડોઇ ગામમાં વરસતા વરસાદમાં દીપડાનું બચ્ચુ એક મકાનમાં ઘુસી ગયું હતું. જેથી પરિવારના સભ્યો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છો. જો કે ઘરનાં સભ્યોએ હિંમત એકત્ર કરીને દૂધના કેરેટમાં બચ્ચાને પુરી દીધું હતું. જેથી વન વિભાગના અધિકારીઓએ દીપડાના બચ્ચાને કબ્જે લઇને ચનવાઇ ફોરેસ્ટ કચેરી ખાતે લઇ ગયા હતા. વન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે, દીપડાના બચ્ચાની મેડિકલ તપાસ પુર્ણ કર્યા બાદ જંગલમાં સુરક્ષીત છોડી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
Gujarat Corona Update : નવા 1015 દર્દી, 1094 દર્દી સાજા થયા 19 લોકોનાં મોત
વલસાડના ઘડોઇ ગામમાં રહેતા રાજેશભાઇ પ્રભુભાઇ આહિરના મકાનમાં સવારે દીપડાનું બચ્ચું ઘુસી ગયું હતું. ભારે વરસાદમાં દીપડાનું બચ્ચું સુકાયેલી જગ્યા શોધતા ઘરમાં આવી ચડ્યું હતું.લપાઇને ખુણામાં બેસી ગયું હતું. જો કે પરિવારને ખબર પડતા સભ્યોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જો કે રાજેશભાઇ પરિવારનાં સભ્યોએ સમય સુચકતા દાખવી દીપડાના બચ્ચાને સુરક્ષીત રીતે દૂધના કેરેટમાં કેદ કરી લીધું હતું. વલસાડ ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાના બચ્ચાને સુરક્ષીત રીતે ઝડપી લીધું હતું.
જો કે દીપડાનો પરિવાર આસપાસનાં વિસ્તારમાં હોવાની આશંકાને પગલે પરિવારનાં લોકો અને ગામડાનાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલ તો વન વિભાગે બચ્ચાને સુરક્ષીત છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર