ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાના પારડી GIDCમાં આવેલી ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં 12 જુલાઈના રોજ અચાનક આગ (Fire) ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના જાગૃત કર્મચારીઓએ તમામ કામદારોને સુરક્ષિત રીતે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની જાણ પારડી ફાયર ફાઈટર (Fire Fighter) ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ (Valsad) અને અતુલના ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે. આગ (Fire) લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.


વલસાડ (Valsad) જિલ્લાના પારડી GIDC ખાતે આવેલી ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં સોમવારે સવારે અચાનક કંપનીમાંથી અચાનક ધુમાળાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આજુબાજુની કંપનીમાં જાણ થતાં ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં મદદ કરવા દોડી આવ્યા હતા. કંપકનીમાં કર્મચારીઓએ આગ (Fire) ની ઘટનાને લઈને તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર ખસેડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. 


આગ (Fire) ની ઘટનાની પારડી ફાયર ફાઈટર (Fire Fighter)  ની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવાઈ છે. વલસાડ, અતુલ, ધરમપુર, વાપી સહિતના વિસ્તારમાંથી કુલ 8 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 


1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે. કંપનીમાં પૂંઠા અને પેપર મટીરીયલ હોવાથી આગ (Fire) ઉપર કાબુ મેળવતા વધારર સમય લાગ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube