IPL ગરબા : વલસાડના ખેલૈયાઓએ ગરબા રમીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો
Gujarat Vs Rajasthan : ગરબા પ્રેમી અને ક્રિકેટ પ્રેમી ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમના સમર્થનમાં વલસાડ અને દમણના ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમની ટીશર્ટ પહેરી ગરબા રમી પ્રોત્સાહન આપ્યું
ઊમેશ પટેલ/વલસાડ :આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ત્યારે કઈ ટીમ સીરીઝ જીતશે તેના પર સૌની નજર છે. ગુજરાતની જનતા ગુજરાત ટાઈટન્સના જીતની આશા વ્યક્ત કરી રહી છે. ત્યારે ગુજરાતીઓ આ ટીમનો જુસ્સો વધારતા જોવા મળ્યા છે. ત્યારે ગુજરાતના છેવાડે આવેલા વલસાડમાં પણ આઈપીએલ ફિવર જોવા મળ્યો છે. વલસાડના D ગરબા ગ્રૂપ દ્વારા IPLમાં ફાઇનલમાં પહોંચેલી ગુજરાતની ટીમ માટે ખાસ ગરબા આયોજિત કરાયા હતા. વલસાડમાં ગરબા રસિકોએ ગરબા ગાઈને ગુજરાતની ટીમનો ઉત્સહ વધાર્યો. ટીમ ગુજરાત IPL ટ્રોફી ગુજરાતને અપાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાનાર છે. પહેલી વખત ડેબ્યુ કરનારી ગુજરાતની ટીમ સૌથી પહેલા ટુર્નાનેન્ટની ફાઇનલમાં પહોંચી છે. આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલની ટીમ IPL ની ફાઇનલમાં સામસામે ટકરાશે. IPLમાં છેલ્લા 4 વર્ષથી ક્લોઝિંગ સેરેમનીની ઉજવણી નથી કરવામાં આવી.
4 વર્ષના લાંબા વિરામ બાદ IPLની સીઝનમાં ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતી ગરબા સહિતનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. ત્યારે અમદાવાદ સુધી પહોંચી ન શકનારા ગુજરાતની ટીમના ચાહકોએ વલસાડ ખાતે ગરબા અને ઢોલિયાયા રમીને ગુજરાતની ટીમને પ્રોત્સાહિત આપ્યું છે.
ગરબા પ્રેમી અને ક્રિકેટ પ્રેમી ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમના સમર્થનમાં વલસાડ અને દમણના ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમની ટીશર્ટ પહેરી ગરબા રમી પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતની ટીમ IPLની ટ્રોફી ઉપર પોતાનું નામ લખાવી ગુજરાતનું ગૌરવ વધારશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ટીમના ધર્મેશ પટેલ, સ્મિત વખરીયા અને ઋત્વિ હળપતિ સમર્થક અન્ય સદસ્યો સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા.