સંદીપ વસાવા/સુરત: ટ્રિપલ તલાકના કાયદાથી બચવાનીની છટક બારી અસામાજિક તત્વોએ શોધી કાઢી છે. કાયદાનો સામનો પણ ન કરવો પડે અને મેલી મુરાદ પણ પુરી થાય તે માટે અસામાજિક તત્વોએ નવી મોડ્સ ઓપરેન્ડી સાથે દીકરીઓને ફસાવી દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દે છે. જેના કારણે તેમણે કાયદાનો સામનો પણ કરવો ન પડે. હાલ વલસાડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડનો કમરૂઝમાં કુરેશીએ માસૂમ દીકરી (મેહનાઝ)ની લાજ લૂંટી ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં, નરાધમે કામરેજમાં અલગ અલગ હોટલમાં માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું છે. લગ્ન કરવાની લાલચ આપી લગ્ન ન કરી વારંવાર દુષ્કર્મ આચારતો હતો. વલસાડનો કમરૂઝમાં ટ્રિપલ તલાકના કાયદાનો સામનો ન કરવો પડે તે માટે શરીયત મુજબ લગ્ન કરતો ન હતો. પરંતુ જ્યારે માસૂમ દીકરીને પેટમાં દુઃખતા હોસ્પિટલમાં ચેકીંગ કરાવ્યું હતું. જ્યાં ડોક્ટરો એ માસૂમ દીકરી મા બની હોવાનું બહાર આવ્યું છે. લગ્ન ન કરી માસૂમ દીકરીને મા બનાવી તરછોડતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કામરેજ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.


રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીએ ડાયરામાં 'દિલ ખોલી' ને રૂપિયાનો વરસાદ કર્યો, ગુજરાતી કલાકારોએ રમઝટ બોલાવી


આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, વલસાડમાં રહેતી મુળ ભાવનગરની વતની માસૂમ દીકરીની વર્ષ 2019માં ફેસબુકનાં માધ્યમથી વલસાડ ખાટકીવાડમાં રહેતા કમરૂઝમાં ઇબ્રાહીમ કુરેશી (28) નામનાં યુવાન સાથે ફેસબુકનાં માધ્યમથી પરિચય થયો હતો. જે પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. બાદમાં કુરેશી યુવાને વિશ્વાસ આપી લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇને અવાર નવાર શારીરિક સબંધ બાંધ્યો હતો.


દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી 'ભરાયા', CID ક્રાઈમે 22 હજાર પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી, જાણો શું છે મામલો?


યુવતીની ફરિયાદ પ્રમાણે, નરાધમ અનેક હોટલમાં તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવતી ગર્ભવતી બની હતી, અને યુવાન કમરૂઝમાંને લગ્ન કરવાનું જણાવતા સતત ઇન્કાર કરતો રહેતો હતો. આરોપી ગાળો આપી લગ્ન નહી કરવા જણાવી યુવતીનો શારીરીક ઉપભોગ કરી તરછોડી દીધી હતી. 


યુવક યુવતીનું શારીરિક શોષણ કરતા યુવતી ગર્ભવતી બની હતી. બાદમાં યુવતીને ખબર પડી હતી કે તેની સાથે શારીરીક સબંધ બાંધનાર કમરૂઝમાં પરિણિત છે. તેમ છતાં યુવતિએ તેની સાથે લગ્ન કરવાનું જણાવતા ઇન્કાર કરી દેતા કામરેજ પોલીસ મથકે કમરૂઝમાં ઇબ્રાહિમ કુરેશી વિરુધ બળાત્કાર વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.


ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા લગ્નપ્રસંગે ફાયરિંગ કરતાં વિવાદ, કાયદાના લીરેલીરા ઉડાડ્યા, સોશ્યિલ મીડિયામાં VIDEO વાયરલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube