ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા ધરમપુર ખાતે  બનશે સાપના ઝેરમાંથી ઝેર વિરોધી દવાનું વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર..વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં વિશ્વકક્ષાનું 3000 સાપોની રાખી શકાય અને સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીજન સ્પેસિફિક એન્ટિ વેનમ ઇન્જેક્શન માટે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પકડાયેલા ઝેરી સાપો ને ધરમપુર ખાતે લાવવામાં આવશે અને આ સર્પ ગૃહમાં રાખવામાં આવશે ત્યાર બાદ આ વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી લાઇઓફિલાઈઝડ પાવડર તૈયાર કરી સાપ ના ઝેરના વિરોધી દવા બનાવતી  અલગ અલગ કંપનીઓમાં અપાશે અને ત્યાં આગળ ઝેર વિરોધી ઇન્જેક્શન બનાવાશે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે હાલ તો ત્રણ હજાર સર્પ રાખવાની મંજૂરી મળી ગઈ છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કોબ્રા, રસેલ વાઈપર સહિતના અતિ ઝેરી સાપોને અહીં આગળ લાવી તમામ નું ઝેર કાઢવામાં આવશે..


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


વિશ્વમાં પહેલીવાર ધરમપુરના માલનપાડામાં વનવિભાગ ખાતે સર્પગૃહ શરૂ કરાયું છે અને ત્યાં 40થી વધુ ઝેરી સાપોને રાખી તેમનું ઝેર કાઢી પાવડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાપોની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલટન્ટની નિમણૂક થઈ છે. જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક-પાણી સહિતની દેખરેખ રાખે છે. 


ત્યારે સાપો માંથી ઝેર કલેક્શન બાદ તેના પર પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાઉડર તૈયાર થશે. દેશમાં એન્ટી વેનમ ઈન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે એસ.આર.આઈ. ધરમપુર એગ્રિમેન્ટ કરશે. ત્યાર બાદ ઇન્જેક્શન સરકારને પણ દાન કરાશે.અને સર્પ દંશથી મૃત્યુ પામતા લોકોના આંકમાં ઘણું મદદ રૂપ બનશે. 


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?


ભારતમાં દર વર્ષે સર્પદંશથી હજારો લોકો મૃત્યુ પામતા હોય છે,જેમાં ખાસ કરી ને ઝેરી સાપોના કારણે ખેતરમાં કામ કરતા લોકો મૃત્યુ પામતા હોય છે ભારતમાં WHO ની રિપોટ પ્રમાણે 50 હજાર થઈ વધુ લોકો સર્પદંશના કારણે મૃત્યુ પામતા હોય છે  જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો આંકડો છે. આ સ્થિતિમાં ઝેરના મારણ માટે ગુજરાતમાં પાઉડર તૈયાર થશે, જેમાંથી સર્પદંશ વિરોધી ઇન્જેક્શન બનશે જેને કારણે સરકારને આવક તો થશે પણ સર્પદંશથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે ઝેરી સાપોમાં એક કોબ્રા સાપમાંથી મહિનામાં સરેરાશ 600 મિલીગ્રામ ઝેર મેળવી શકાય.


રસેલ વાઈપરમાંથી મહિને 100 મિલી ગ્રામ ઝેર કાઢી શકાય.કોમન ક્રેટમાંથી મહિનામાં 7 મિલીગ્રામ.સો-સ્કેલ્ડ વાઇપરમાંથી મહિને ત્રણ વાર 5 મિલીગ્રામ મેળવી શકાય છે ત્યારે આવા ઝેરી સાપોની પકડી લાવી સર્પ ગૃહમાં રાખી તમામ સાપોનું ઝેર કાઢી દવા બનાવી સર્પદંશ થી મૃત્યુ પામતા લોકોને બચાવશે.