વલસાડ : ડુંગરામાં ગૌતસ્કરી કેસની તપાસ દરમિયાન પોલીસને એક ઇનોવા મળી આવી હતી. જેની તપાસ કરતા વલસાડ પોલીસને ભિવંડીના જમીલ કુરેશી નામના વ્યક્તિની જાણ થતા પોલીસે તેને પકડવા માટે ભિવંડી પહોંચ્યા હતા. આ દરમિયાન જમીન પોલીસથી બચવા ભાગવા જતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે વલસાડ LCB PI ગૌસ્વામીએ જણાવ્યું કે, ગૌતસ્કરીના કેસમાં મળી આવેલી ઇનોવાની ડુંગરા પોલીસ, LCB અને SOG ની ટીમે તપાસ કરતા કારની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધારે તપાસ કરતા ભિવંડી ખાતે જમીલ કુરેશીના નામનો કારનો એગ્રીમેન્ટ મળી આવ્યો હતો. તસ્કરી દરમિયાન કારનું ટાયર ફાટી જતા આરોપીઓ કાર મુકીને ભાગવા જતા જમીલ કુરેશી અે તેના સાગરીતો સીસીટીમાં કેદ થયો હતો. હાલ આ ફૂટેજ પણ પોલીસને મળી આવ્યું હતું. 


જમીલ કુરેશી વલસાડ જિલ્લામાં અનકે ગૌતસ્કરીના ગુનામાં સંડોવાયેલો હોવાથી અનેક કેસોમાં વોન્ટેડ છે. વલસાડ પોલીસે ભિવંડી LCB ની ટીમની મદદ લઇને આરોપી જમીલ કુરેશીને પોલીસથી બચવા માટે એપાર્ટમેન્ટબાલ્કનીમાંથી બાજુના ફ્લેટની બાલ્કનીમાં કુદીને સામેના ફ્લેટની બાલ્કની પર જતા 4 માળેથી પટકાતા જમીલનું મોત નિપજ્યું હતું. જો કે ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ સ્થાનિક પોલીસ અને LCB ની ટીમને ઘેરી લીધી હતી. 


જમીલનું મોત નીપજતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને પોલીસને ઘેરી હતી. ભિવંડી પોલીસને ઘેરીને રહીશોએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીઓ સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યુ છે કે, સ્થાનિકોએ પોલીસ સાથે ગેરવર્તણુંક કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube