ઉમેશ પટેલ, વલસાડઃ વલસાડના ડુંગરી નજીક વાગલધરા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાધલધરા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મુંબઈ તરફથી આવતી કાર (GJ-06-DQ-8479) પર પોલીસને શંકા જતા તેને અટકાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વ્યક્તિઓ 58 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા  સાથે ઝડપાયા હતા. પોલીસે જામનગરના ત્રણેય વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાખોની કિંમતનું ડ્રગ્સ મળ્યું
વલસાડ પોલીસની ટીમ રાત્રી દરમિયાન ચેકિંગ કરી રહી હતી. ત્યારે મુંબઈ તરફથી આવી રહેલી કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને ઉભી રાખી પૂછપરછ કરી હતી. પોલીસે કારની અંદર ચેકિંગ કરતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત ત 5,83,600 લાખ રૂપિયા છે. પોલીસે બે લાખની કાર સહિત કુલ 7.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો જામનગરના ત્રણેય વ્યક્તિની અટકાયત કરીને એસઓજીએ તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચોઃ સુરતમાં રીક્ષા ચાલકનું લાઈવ મોત : ચાલુ રીક્ષામાંથી નીચે ઢળી પડ્યો, પણ તે પહેલા કર્યું માનવતાનું કામ 


કોણ છે ઝડપાયેલા આરોપી
પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં રિઝવાન ડોચકી, મંઝીડ મકરાણી અને શરજહાં બલોચ સામેલ છે. આ ત્રણેય આરોપીઓ જામનગર રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube