ઉમેશ પટેલ/વલસાડ: જો તમારું બાળક બહાર રમવા માટે જાય તો ધ્યાન રાખજો તમારા બાળક ને કોઈ ઉપાડી ન લઈ જાય...વલસાડ ખાતે બાળકને ઉપાડીને ભાગી રહેલી એક મહિલા અને એક પુરુષને સ્થાનિકોની સતર્કતા ના કારણે બચાવી લેવામાં આવ્યો પરંતુ તમારા બાળકને કોઈ ઉપાડીને લઈ ના જાય એનું ધ્યાન રાખજો. શું છે આ અપહરણની ઘટના અને કઈ રીતે બાળક બચ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં પડશે ભારે વરસાદ?


વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલ દાદિયા ફળિયા ખાતે આવેલ અંબા માતા પાસે બાળકો રમી રહ્યા હતા. જે દરમિયાન એ મહિલા દ્રારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી ત્યારે બાળકને પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા. તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્રારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટિમ સ્થળ પર પહોંચી બંને આરોપીની ધરપકડ કરી હતી.


ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી


વલસાડના નજીકથી એક મહિલા અને એક પુરુષ 4 વર્ષના બાળકનું અપહરણ કરી જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિકોની જાગૃતાના કારણે બંનેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા બંને દ્રારા બાળકનું અપહરણ કર્યાંનું સામે આવ્યું હતું. પોલીસ દ્રારા બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મહિલાના બાળકનું મૃત્યુ થતા મહિલા દ્રારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાથે મહિલા અને પુરુષ બંને એક મહિના પહેલા સુરત ખાતે મળ્યા હતા. મહિલાને તેના પતિ છોડીને જતો રહ્યો હતો અને જે બાદ મહિલાના બાળકનું મોત થતા મહિલા સુરત ખાતે આવી ભીખ માગવાનું કામ કરતી હતી અને પુરુષને તેના ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો અને પૃરુષ ફરતા ફરતા સુરત જતા મહિલા સાથે મુલાકાત થતા મહિલા અને પુરુષ એક સાથે રહેતા હતા. જે બાદ મહિલાને બાળકની જરૂર ઉભી થતા બાળકના અપહરણ કરવાનું વિચાર કર્યો હતો. 


આવતીકાલે ભારત બંધનું એલાન: ગુજરાતમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું...


વલસાડ પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને બાળકની જરૂર હોવાના કારણે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. પોલીસ દ્રારા બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.