Valsad News : આર્ટિફિશિયલ ઇન્ટિલેજન્સના જમાનામાં આજે પણ અંધ શ્રદ્ધાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વલસાડની એક શાળામાં અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો હતો. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, ત્યાં ભુવો બોલાવીને વિધિ કરવામા આવી, એટલુ જ નહિ, શાળાથી દૂર નદી કિનારે 25 નારિયેળ, 12 મરધા અને એક બકરાની બલી પણ ચઢાવવામાં આવી છે. નદી કિનારે બલી ચઢાવ્યાના પુરાવા મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળાના રસોઈયાએ ભગત બોલાવીને કરી વિધિ
વલસાડના ધરમપુરથી અંધશ્રદ્ધાનો ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા જોઈને તમને આશ્ચર્ય થશે. એક સ્કૂલમાં રસોઈયાએ શાળા પરિસરમાં બે તાંત્રિકને બોલાવી વિધિ કરી હતી. જી હા, વલસાડમાં ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલની ઘટના છે. જ્યાં 25 નાળિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી હતી. બલી ચઢાવવાની વિધિ શાળાથી દૂર નદીમાં કરવામાં આવી હતી. 


 


ભારતના નક્શામાંથી ગાયબ થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાં મળ્યા મોટા પુરાવા, કરાશે સંશોધન


અંબાલાલ પટેલે ચોખ્ખેચોખ્ખું કહ્યું : નવું વર્ષ છોડો, ઉત્તરાયણ પર પણ માવઠું વિલન બનશે