Valsad News : ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. ગુજરાતનું કોઈ શહેર ભાગ્યે જ બાકી હશે જ્યા હાર્ટ એટેકથી મોત ન થયુ હોય. ગુજરાતમાં ટપોટપ મોતને ભેટી રહ્યા છે લોકો, ખાસ કરીને યુવા વર્ગમાં આવી રહેલો હાર્ટ એટેક ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે વલસાડમાં એક કલાકના ગાળામાં જ હાર્ટ અટેકથી બેના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ કલાકમાં બે મોત 
વલસાડના તિથલ રોડ પર જ રસ્તે ચાલતા એક રાહદારીને હાર્ટ એટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિ રસ્તે ચાલતા જ ઢળી પડ્યા હતા. તબીબો તેમનો જીવ બચાવી શક્યા ન હતા. બસ આ ઘટનાના એક કલાક બાદ એ જ તિથલ રોડ પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ચાલતા ચાલતા ઘરેથી નોકરી જવા નીકળ્યા હતા. 30 વર્ષીય જીમીત રાવલ વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જીમીત રાવલ વલસાડ આરટીઓમાં નોકરી કરતા હતા. આમ, તિથલ રોડ પર 500 મીટરના અંતરે હાર્ટ અટેકથી બેના મોતથી ચકચાર મચી ગઈ છે. 


અબોલ જીવની વફાદારી : મિત્રની અંતિમ વિધિમાં આવ્યો પોપટ, નનામી સાથે છેક સુધી રહ્યો


તો બીજી તરફ, સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. હાલમાં જહાંગીરપુરા વિસ્તારના 22 વર્ષીય તેજસ રાઠોડ નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતું તેને સારવાર મળે તે પગેલા તબીબે મૃતક જાહેર કર્યા હતા. તેજસ રાઠોડને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 


માછીમારો માટે પોરબંદરના પ્રોફેસરે બનાવી એપ, સૌથી વધુ માછલીઓ ક્યા છે તે શોધશે


વડોદરામાં યુવકને હાર્ટ એટેક બાદ ઓર્ગન ડોનેશન
વડોદરામાં 25 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ હતું. કારેલીબાગ બાલાજી દર્શન ફ્લેટમાં રહેતા 25 વર્ષના આદિત્ય જૈનને સીવિયર હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. ઈન્ટર્નશિપ દરમિયાન ઓફિસમાં કામ કરતાં સમયે આદિત્ય જૈનને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો. યુવક સીએસ ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેથી તેના મોત બાદ પરિવારે આદિત્યના ઓર્ગેન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. બેન્કર હાર્ટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બ્રેઈન ડેડ યુવક આદિત્ય જૈનના લિવર અને કિડની ડોનેટ કરાયા હતા. કારણ કે, અગાઉ આદિત્યે પોતાના માતા પિતા સમક્ષ ઓર્ગન ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આદિત્યના લિવર કિડનીએ અન્ય વ્યક્તિને જીવનદાન આપ્યુ છે. કિડની અમદાવાદ અને લિવર સુરત ગ્રીન કોરિડોર બનાવી એમ્બ્યુલન્સ મારફતે મોકલાયા હતા. આમ, ઓગર્ન ડોનેટને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે પરિવારે આ નિર્ણય લીધો હતો. 


ફેબ્રુઆરીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે : ફરી સંકટના વાદળો મંડરાય તેવી આગાહી