ઉમેશ પટેલ/વલસાડ: ચકચારી સિંગર વૈશાલીની હત્યામાં વલસાડ જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. વલસાડ પોલીસે વૈશાલીને ગળું દબાવી હત્યા કરનાર કોન્ટ્રાક્ટ કિલરને પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે.  આ કોન્ટ્રાક્ટ કિલરને હત્યા કરવા માટે 2.75 લાખ રૂપિયા મળ્યા હતા. આરોપીએ કઈ રીતે વૈશાલીની હત્યા કરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી, જે બાદ પી.એમ રિપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા 8 જેટલી ટીમ બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલી અને હત્યાની સોપારી આપનાર મિત્ર બબીતાની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં રાજ્ય બહારથી કોન્ટ્રાક્ટ કિલરો બોલાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્રારા કોન્ટ્રાક્ટ કિલરોને પકડવા માટે રાજ્ય બહાર બે જેટલી ટીમ કામ કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube