નિલેશ જોશી/વાપી: રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં  ગુન્હેગારો બેફામ બન્યા હોય તેવો માહોલ સર્જાયો છે. વલસાડમાં આવેલ અદ્યોગિક વિસ્તારમાં આવેલ કંપનીઓ  હોય કે પછી શહેરી વિસ્તારમાં ચોરી અટકવાનું નામ લેતું નથી. ત્યારે હવે સરકારી ઓફિસો પણ સલામત નથી. ઉમરગામના ભીલાડની સેલટેક્સ ઓફિસના પરિસરમાંથી જ લાખો રૂપિયાના કોપરની ચોરીની ઘટનાએ  પોલીસની આબરૂ લૂંટી હતી. ભીલાડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સેલટેક્સની ઓફીસના પરિસરમાં થયેલ 42 લાખના કોપર ચોર ગેંગનો અંતે વલસાડ એસ .ઓ .જી પોલીસ પર્દાફાશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર ખરીદનાર લોકોને મળી શકે છે સારા સમાચાર, નવી જંત્રીના અમલ સાથે સ્ટેમ્પ ડ્યૂટીમાં..'


વર્ષ 2022 માં સ્ટેટ જીએસટી વિભાગના મોબાઇલ સ્કોડ દ્વારા મહારાષ્ટ્ર  અને ગુજરાતની હદ પર વલસાડની ભીલાડ ચેકપોસ્ટ નજીકથી એક ટ્રકને રોકી તેમાં તપાસ કરતાં જીએસટી વિનાના લાખો રૂપિયાના કોપરના સ્ક્રેપનો જથ્થો  ભરેલો હતો. આથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અંદાજે 42 લાખની કિંમતના 6,580 કિલોગ્રામ કોપરના સામાન સાથે આ ટ્રક ને જપ્ત કરી હતી. ત્યારબાદ ટ્રકને સેલ ટેક્સના કમ્પાઉન્ડમાં જ રાખવામાં આવતી. જોકે ભીલાડ  પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ આવેલા  સેલ્સ ટેક્ષ નું કમ્પાઉન્ડ પણ સલામત નથી. તસ્કરોએ હવે સરકારી એજન્સીઓએ જપ્ત કરેલા સામાન પર તસ્કરોએ હાથ ફેરો કરી નાખ્યો હતો. 


અલ્યા જોજો હો! આ કોરોના ફરી છેતરી ના જાય, ગુજરાતમાં ફરી પોઝિટીવ કેસમાં હનુમાન કૂદકો!


વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે ભીલાડ ચેકપોસ્ટ પરથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા એક ટેમ્પો માંથી લાખો રૂપિયાના કોપર ના સ્ક્રેપ ની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે લાખોના કોપર ચોરીના પ્રકરણમાં મહારાષ્ટ્રના નાલા સોપારા થી બે આરોપીઓને દબોચી સળીયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓએ જીએસટીના કબજામાં રહેલા ટ્રકમાંથી ટુકડે ટુકડે 37 લાખ  ના 5775 કિલો થી વધુ ના કોપરના સામાનની ચોરી કરી હતી.પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ જતા હવે સળિયા ગણવા નો વારો આવ્યો છે. 


ધો. 7ના ગુજરાતી પુસ્તકમાં મોટો છબરડો, વર્ષ 2013થી મંડળ વિદ્યાર્થીઓને ભણાવે છે ઉઠ્ઠા!


પોલીસના હાથે ઝડપાયેલા મહારાષ્ટ્રના નાલા સોપારા ના હિસ્ટ્રીસિટર આરોપીઓએ ટુકડે ટુકડે ટ્રકમાં ભરેલા કોપરના સામાનમાંથી અંદાજે 5775 કિલો કોપરનો સામાન ચોરી કરી લીધો હતો. બજારમાં જેની કિંમત 37.60  લાખ રૂપિયા થાય છે. આમ લાખો રૂપિયાના કોપરને ચોરી કરી અને આરોપીઓ મહારાષ્ટ્રની હદમાં ફરાર થઈ જતાં હતા. વલસાડ એસ.ઓ.જી પોલીસ આ કેસની તપાસ કરી હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાલાસોપારાથી 1) સોનું રામક્રિપાલ પ્રસાદ રહેવાશી નાલા સોપારા, 2) ચંદુ રામ મિલાન ગૌતમ  રહેવાશી. બોઇસર નામના બે આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા સોનુ પ્રસાદ એક રીઢો ગુન્હેગાર છે. સોનુ વિરુદ્ધ મહારાષ્ટ્રના બોઇસરમાં 5 અને દહાણુ માં 1 ગુન્હાઓ નોંધાયા ચુક્યા છે. 


DGFTના અધિકારીના આપઘાતનો મામલો; પત્નીએ થેલો ફેંક્યો, નીચે ભત્રીજાએ પૈસા ભેગા કર્યા


હાલે  સોનુ પ્રસાદ અને ચંદુ ગૌતમ ભીલાડ પોલીસના પાંજરે પૂરાયા છે. આરોપીઓએ ચોરી કરેલા લાખોના સ્ક્રેપનો કોપરનો જથ્થો કોને વેચ્યો હતો?? અને ક્યાં છે તે જાણવા સહિત ચોરાયેલ કોપરના જથ્થાને કબજે કરવા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લાખોના કોપર ચોરીના ગુનામાં ઝડપાયેલ  આરોપીઓના કારનામાઓ અગાઉ પણ મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રના નાલાસોપારાના આરોપીઓની આગામી પૂછપરછમાં અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 


ગેંગસ્ટર અતિમ અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, મને મારી હત્યાનો ડર છેઃ અતીક