જય પટેલ/વલસાડ: કપરાડાના કોઠાર ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. બંને બાઈક ટકરાઈને રોડની સાઈડમાં ચોકડીમાં જઈ પડ્યા હતા. જે રીતે ત્રણ લોકોના મોત થયા તે જોતા સ્થાનિકોનું કહેવું છે કે, ખુબ સ્પીડમાં બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતની ઘટના વલસાડમાં બની હતી. બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્મતા થતા રોડ પર મોટી સંખ્યામાં વાહનોની લાઇન લાગી હતી. ટ્રાફિકની લાઇન લાગતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’


આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ પોલીસને અને 108ને કરવામાં આવતા પોલીસ તથા બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.  જોકે, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.