વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’

વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોવાથી આ મહિનો પ્રેમ માટેના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કપલ માટે તો સૌ કોઈ વિચાર કરે છે સાથે જ ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવે છે. પરંતુ જે લોકો એકલા જ છે તેમના માટે કોઈ વિચારતું નથી હોતું પરંતુ જો તમે એકલા છો તો થઈ જાઓ તૈયાર કેમ કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે નામના વ્યક્તિએ વેલેન્ટાઈન ડેના દિવસે એકલા હોય તેવા તમામને ચા ફ્રીમાં પીવડાવાની યોજના બનાવી છે.  

Updated By: Feb 13, 2019, 11:32 PM IST
વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’

અતુલ તિવારી/અમદાવાદ: વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોવાથી આ મહિનો પ્રેમ માટેના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કપલ માટે તો સૌ કોઈ વિચાર કરે છે સાથે જ ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવે છે. પરંતુ જે લોકો એકલા જ છે તેમના માટે કોઈ વિચારતું નથી હોતું પરંતુ જો તમે એકલા છો તો થઈ જાઓ તૈયાર કેમ કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે નામના વ્યક્તિએ વેલેન્ટાઈન ડેના દિવસે એકલા હોય તેવા તમામને ચા ફ્રીમાં પીવડાવાની યોજના બનાવી છે.

'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે આમ તો MBAનો અભ્યાસ કરીને વિદેશ જવા અથવા પ્રતિષ્ઠિત યુનીવર્સીટીમાં અભ્યાસ કરવા માગતા હતા. પરંતુ અભ્યાસ દરમિયાન અનેક પ્રકારની એન્ટ્રસ પરીક્ષામાં સફળ ન થતા આખરે પોતાનો જ વ્યવસાય શરુ કરવાનો તેમને વિચાર આવ્યો અને આખરે તેઓ પોતાનો વ્યવસાય શરુ કર્યો હતો. 

જેના ભાગરૂપે હાલ પ્રફુલ વસ્ત્રાપુરમાં 'MBA ચાય વાલા' નામની દુકાન શરુ કરી અને 35 જેટલી વિવિધ પ્રકારની ચા બનાવે છે. જેનો ભાવ રૂપિયા 20થી શરુ થયા છે અને 50 રૂપિયા સુધીની ચા લોકોને પીવડાવે છે. હવે વેલેન્ટાઈન ડે નજીક આવતા જે લોકો એકલા છે તેમને ફ્રીમાં ચા પીવડાવાનું તેઓ હાલ તેમના શોપ પર આયોજન કરી રહ્યા છે.

MBA-CHAI-WALA.jpg

ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને કપલ માટે ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો આપવામાં આવતી હોય છે. ત્યારે જે લોકો એકલા હોય છે તે લોકો માટે પણ વેલેન્ટાઈન ડે ખાસ બનાવવા માટે 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરેએ ફેસબુક પેજ પર આ ઈવેન્ટ પોસ્ટ કરી હતી. 

ચાને લઈને સૌ કોઈને પ્રેમ હોય છે. ત્યારે આ આયોજનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધી આશરે 500 જેટલા લોકોએ ફ્રીમાં ચા પીવા માટેની તૈયારી પણ દર્શાવી છે. સાથે જ પ્રફુલને આશરે 5,000 જેટલા લોકો ચા પીવા માટે વેલેન્ટાઈન ડેના દિવસે આવશે તેવી અપેક્ષા પણ છે.

વેલેન્ટાઈન ડે હોય ત્યારે કપલ તો આ દિવસની ઉજવણી અનેક પ્રકારના અવનવા ડિસ્કાઉન્ટ મેળવીને મનાવી લેતા હોય છે ત્યારે સિંગલ વ્યક્તિઓ માટે પણ ચાની પાર્ટી એ પણ ફ્રીમાં આપવાનો 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરેનો આ આઈડિયાનો લાભ કેટલા લોકો લે છે.