ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાંથી મળેલી બિનવારસી લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ ઘટનામાં પતિ છુટાછેડા ન આપતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પત્નીએ પતિને ઘરે બોલાવી કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હતી. પત્નીએ પ્રેમી સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સમગ્ર ઘટનાની શું હતી હકીકત, કેવી રીતે બની ઘટના?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરનાર ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામછડીથી મોટી કોરવડ જતા રોડ ઉપર 28મી મેંના રોજ અજાણ્યા ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. ધરમપુર પોલીસને રોડની બાજુમાં હત્યા થયેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો લઈને PM કરવી ચેક કરતા નાની વાહિયાળ ખાતે રહેતા 38 વર્ષીય મુકેશભાઈ બુધિયાભાઈ પટેલની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. ધરમપુર પોલીસે કેસની ઝીણવટભરી રીતે ચેક કરતા પતિ પત્ની છેલ્લા 3 વર્ષથી અલગ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. તેની પત્નીની પ્રાથમિક પૂછપરછ કરતા દિવ્યાનીબેને કોઈ હત્યા કરી ન હોવાનું જણાવતી હતી. 


પતિની હાજરીમાં જ સસરા સાથે રોમાન્સ કરવા લાગી વહૂ, પત્ની આપશે પતિની બેનને જન્મ


વલસાડ SP ડો રાજદીપસિંહ ઝાલા અને DySP એ કે વર્માના માર્ગદર્શન હેઠળ મૃતકની પત્નીની કડકાઇથી પૂછપરછ કરતા દિવ્યાનીબેને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. નાની વાહિયાળ ખાતે રહેતા મુકેશભાઈ લગ્ન બારોલીયા ખાતે રહેતી દિવ્યાનીબેન સાથે થયા હતા. છેલ્લા 3 વર્ષથી પતિ મુકેશભાઈ સાથે મનમેળ ન થતા બરોલીયા ખાતે રહેતી હતી. દિવ્યાનીબેનની નજર એક ઈસમ સાથે મળી ગઈ હતી.


બાળકીને ફોનમાં બીભત્સ વીડિયો દેખાડ્યા અને પછી...ફર્નિચર જોવાના બહાને ઢગાનું ગંદુ કામ


પ્રેમીના પ્રેમમાં પાગલ દિવ્યાની વારંવાર પતિ મુકેશ પાસે છૂટાછેડા માંગતી હતી. 26મી મૅના રોજ મુકેશભાઈને બારોલીયા ખાતે કામ છે કહી મળવા બોલાવ્યો હતો. પત્નીએ છૂટાછેડા માંગ્યા હતા. મુકેશભાઈએ ના પાડતા દિવ્યાનીબેને મુકેશભાઈ ઉપર કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. દિવ્યાનીએ તેના પ્રેમી સંજય બિન્દાસ પંડિતને બોલાવી મુકેશની લાશને ફેંકવા બોલાવ્યો હતો. 


ગુજરાત પર બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ! અંબાલાલે કહ્યું જાણો ક્યારથી શરૂ થશે ચોમાસુ


દિવ્યાનીએ મુકેશની લાશને થેલામાં ભરીને પ્રેમી અને તેના મિત્ર સાથે તામછડીથી કોરવડ જતા રોડ ઉપરથી લાશ ફેંકી આવ્યા હતા. અને લોહીવાળા કપડાં પોતાના ઘરે આવી સળગાવી દીધા હતા. મુકેશની લાશને ફેંકવા એક્ટિવા બાઇક પર રાત્રીના અંધારામાં 30 કિમી દૂર કોથળામાં ભરીને હત્યારી પત્ની પ્રેમી અને અન્ય એક સાથી મળીને લાશ સંગે વગે કરી હતી.


સરકારી કર્મચારીઓને મળશે હવે એડવાન્સ સેલેરી, દેશમાં પહેલીવાર અહીં લાગૂ થઈ આ સિસ્ટમ 


ધરમપુર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. હત્યારી પત્ની અને તેનો પ્રેમી અને અન્ય સાથી સાથે મળીને મોપેડ બાઇક પર બેસાડી રી-કન્ટ્રકસન પણ કરવામાં આવ્યું અને પત્નીની કબૂલાત અને પ્રેમીની કબૂલાત બાદ ગુનો નોંધાયો હતો. આમ પ્રેમી સાથે 3 વર્ષથી લિવ ઇનમાં રહેતી 3 સંતાનોની માતા પ્રેમી સાથે હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. પ્રેમમાં પાગલ પત્નીને પરિવારનું પણ સુખ ન મળ્યું અને પ્રેમી પણ ન મળ્યો મળી તો માત્ર જેલ.