સરકારી કર્મચારીઓને મળશે હવે એડવાન્સ સેલેરી, દેશમાં પહેલીવાર અહીં લાગૂ થઈ આ સિસ્ટમ 

સરકારી કર્મચારીઓ પર હાલ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર ખુબ મહેરબાન છે. મોંઘવારી  ભથ્થુ વધારવા અને પદોન્નતિ બાદ હવે વધુ એક શાનદાર ભેટ સરકાર તરફથી કર્મચારીઓને મળી છે. રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે હવે રાજ્યના કર્મચારીઓ પોતાનો પગાર પણ એડવાન્સમાં લઈ શકે છે. નવી વ્યવસ્થા એક જૂનથી લાગૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે એડવાન્સ પગાર સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અત્યાર સુધી એડવાન્સ સેલેરી દશના કોઈ પણ રાજ્યમાં અપાતી નહતી. 

સરકારી કર્મચારીઓને મળશે હવે એડવાન્સ સેલેરી, દેશમાં પહેલીવાર અહીં લાગૂ થઈ આ સિસ્ટમ 

Rajasthan Employees Advance Salary: સરકારી કર્મચારીઓ પર હાલ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર ખુબ મહેરબાન છે. મોંઘવારી  ભથ્થુ વધારવા અને પદોન્નતિ બાદ હવે વધુ એક શાનદાર ભેટ સરકાર તરફથી કર્મચારીઓને મળી છે. રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે હવે રાજ્યના કર્મચારીઓ પોતાનો પગાર પણ એડવાન્સમાં લઈ શકે છે. નવી વ્યવસ્થા એક જૂનથી લાગૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે એડવાન્સ પગાર સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અત્યાર સુધી એડવાન્સ સેલેરી દશના કોઈ પણ રાજ્યમાં અપાતી નહતી. 

રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના પગારનો અડધો હિસ્સો એડવાન્સમાં લેવા માટે હકદાર રહેશે. એકવારમાં મહત્તમ 20 હજાર રૂપિયાની ચૂકવણી કરાશે. આ વ્યવસ્થા આજથી જ લાગૂ થઈ રહી છે. તેના માટે નાણા વિભાગે એક નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની સાથે કરાર કર્યો છે. આવનારા દિવસોમાં કેટલાક અન્ય નાણાકીય સંસ્થાનો સાથે કરાર કરવાની તૈયારી છે. જેમાં કેટલીક બેંકો પણ સામેલ છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી નજીક છે. આ કારણે રાજ્યની કોંગ્રેસ સરકાર અવારનવાર કોઈને કોઈ રાહતની જાહેરાત કરી રહી છે. 

નહીં આપવું પડે વ્યાજ
ખાસ વાત એ છે કે સરકારી કર્મચારીઓએ એડવાન્સમાં પોતાના પગાર લેવા પર કોઈ વ્યાજ પણ ચૂકવવું નહીં પડે. નાણાકીય સંસ્થા ફક્ત ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલશે. અડધો પગાર પહેલા મળવાની સુવિધાથી નાના કર્મચારીઓને વધુ ફાયદો થવાની આશા છે. હવે તેમણે પોતાની જરૂરીયાતો પૂરી કરવા માટે મોટા વ્યાજ પર પૈસા ઉઠાવવા પડશે નહીં. રાજ્ય સરકારે એડવાન્સમાં પગાર લેવા માટે કોઈ શરત પણ રાખી નથી. કર્મચારીએ એ પણ નહીં જણાવવું પડે કે તેમને એડવાન્સ કેમ જોઈએ છે. આઈએફએમએસ પોર્ટલ પર કર્મચારીને પગારના એડવાન્સ ચૂકવણી માટે જણાવવું પડશે. આમ કરવાથી આગામી મહિને પગારનું બિલ જનરેટ થઈ જશે. તેના આગળના માસના પગારમાંથી એડવાન્સની રકમ કપાશે. એડવાન્સ માટે દિવસ હોય કે રાત પોર્ટલ પર ગમે ત્યારે રિક્વેસ્ટ કરી શકાશે. જે પીએસયુ (જાહેર ઉપક્રમ) સહમતિ આપશે તેમનામાં પણ એડવાન્સ પગારની શરૂઆત કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news