Ram Mandir નિલેશ જોશી/ઉમરગામ : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા સમયે રામાનંદ સાગરની ઐતિહાસિક રામાયણ સિરીયલનું શૂટિંગ જે સ્ટુડિયોમાં થયું હતું તે ઉમરગામના સ્ટુડિયોમાં પણ ઉત્સાહનો માહોલ છે. આજે પણ રામાયણ સીરિયલના શૂટિંગ વખતના ભવ્ય સેટના અવશેષો જોવા મળે છે. આથી સ્ટુડિયો સંચાલક અને મુલાકાતઓ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે વૃંદાવન સ્ટુડિયો આવેલો છે. જેમાં ધાર્મિક સીરિયલોમાં ઐતિહાસિક બની ગયેલી રામાનંદ સાગરની રામાયણ સીરિયલનું શૂટિંગ થઈ ચૂક્યું છે. એ પછી આ સ્ટુડિયોમાં અનેક ધાર્મિક સીરિયલોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. આ એ જ સ્ટુડિયો છે જેમાં અરવિંદ ત્રિવેદી, અરુણ ગોહિલ અને દીપિકા ચીખલીયા સહિતના દિગ્ગજ કલાકારોએ રામાયણના પાત્રો ભજવ્યા હતા. એક સમયે રામાનંદ સાગરની રામાયણ સીરીયલ લોકોના માનસપટ પર અંકિત થઈ ચૂકી હતી. ત્યારે આ સ્ટુડિયોમાં આજથી 35 વર્ષ પહેલા આબેહૂબ અયોધ્યા નગરી, રાવણની લંકા, રામ દરબાર, રાવણ દરબાર, પંચવટી સહિતના સેટ ઉભા ભવ્ય સેટ ઉભા કરવામાં આવ્યા હતા. 


ગુજરાતના મોટા શહેરનો અજીબ કિસ્સો : દેવુ વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી


સતત પાંચ વર્ષ સુધી સ્ટુડિયોમાં રામાયણ સીરિયલનું શૂટિંગ ચાલ્યું હતું. આ સ્ટુડિયોમાં રામાયણનું 90 ટકા શુંટિંગ થયું હતું. આથી એ વખતે રામાયણ સીરિયલ શૂટિંગનો દેશભરમાં જે ક્રેઝ હતો. આજે પણ રામાયણ સીરિયલના શૂટિંગના સેટના અવશેષો હયાત છે. સીરિયલમાં શૂટિંગમાં દર્શાવેલો વડ, જ્યાં ભગવાન શ્રીરામ અને સીતાએ મંદિરમાં પૂજા કરતા હતા તે મંદિર, કેવટની નાવ, રથ સાથે જ રામ રાવણ યુદ્ધના વખતના હથિયારોના અવશેષો જોવા મળે છે. 


અહી જ રામ દરબાર અને રાવણ દરબાર ના સિંહાસન અને અન્ય અવશેષો પણ આજે હયાત છે. આથી સ્ટુડિયો સંચાલક અત્યારે ભગવાન શ્રીરામના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. અને 35 વર્ષ પહેલાં આ સ્ટુડિયોમાં સતત પાંચ વર્ષ સુધી જોવા મળેલા રામાયણમય માહોલને યાદ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે તેવુ વૃંદાવન સ્ટુડિયોના સ્થાપક બિપીન પટેલે જણાવ્યું. 


એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજા ગુજરાતીઓને આપી મિલિયન


ઉમરગામનો આ વૃંદાવન સ્ટુડિયો ઐતિહાસિક બની ચૂક્યો છે. ધાર્મિક સીરીયલ ના શૂટિંગ માટે આ સ્ટુડિયો હોટ ફેવરિટ હતો. સાથે જ અનેક ફિલ્મો અને ટીવી સો ના સેટ પણ અહીં બનાવવામાં આવ્યા હતા. અહીંના સુંદર દરિયા કિનારે જ રામાયણના સિરિયલ નું શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું. આથી અત્યારે જે રીતે અયોધ્યામાં બનેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને દેશ આખો રામમય અને રામાયણમય બની રહ્યો છે.એને લઈને આજે પણ લોકો રામાયણની સ્મૃતિને તાજી કરવા આ વૃંદાવન સ્ટુડિયો ની મુલાકાત લઈ રહ્યા છે. અને રામાયણ સિરિયલના શૂટિંગ વખત ના અવશેષો જોઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. અને અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે


દેશ આખો અત્યારે અયોધ્યામય બની રહ્યો છે ત્યારે ઉમરગામ નો સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે . રામાનંદ સાગરની રામાયણ સિરીયલના શૂટિંગના તમામ પાત્રો આદર્શ બની ને આજે લોકોના માનસપટલ પર જીવંત છે .ત્યારે એ વખતે રામાયણ સીરીયલ એ પણ દેશભરમાં રામમય અને રામાયણ માહોલ ઉભો કર્યો હતો. એવી જ રીતે ફરી એક વખત રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ દેશમાં રામ અને રામાયણ મય ધાર્મિક માહોલ ઊભો થઈ રહ્યો છે.


કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ