કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, સામે આવ્યું મોટું કારણ

Canada Housing Crises : ત્રણ મહિનામાં કેનેડા જતાં ભારતીય સ્ટુડન્ટ્સ 86% ઘટ્યા. માત્ર 14 હજાર વિદ્યાર્થીઓ ભણવા ગયા... આ ઘટાડો કેનેડા સરકારને મોટો ફટકો સમાન બની રહેશે
 

કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, સામે આવ્યું મોટું કારણ

Canada Student Visa : કેનેડાથી એક ચોંકાવનારા ખબર આવ્યા છે. કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ત્રણ મહિનામાં કેનેડા જતા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા 86 ટકા ગટી છે. આનું મોટું કારણ ખાલિસ્તાની કનેક્શન હોવાનું માનવામાં આવ્યું છે. કેનેડામાં થયેલી ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત સરકાર સાથેના સંબંધો વણસ્યા છે. જેના બાદ આ ઘટાડો આવ્યો હોવાનુ માનવામાં આવે છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ વાતનો સ્વીકાર કર્યો છે. 

નિજ્જરી હત્યાની અસર ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓ પર પડી છે. તેની હત્યા બાદથી વિવાદ વધતો જઈ રહ્યો છે. આ હત્યામાં ભારતીય એજન્ટ્સનો હાથ હોવાનું કહેવાય છે. આ જ કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા તરફ જવાનું ટાળી રહ્યાં છે તેવુ પણ કહેવાય છે. 

કેનેડા મંત્રી મિલરે જણાવ્યું કે, આવનારા સમયમાં કેનેડામાં આવતા ભારતીયોની સંખ્યામાં વધુ ઘટાડો આવી શકે છે. આ આંકડા પર બે દેશોની વચ્ચે વધતા તણાવની અસર જોવા મળી શકે છે. આ કારણે ગત વર્ષના ચોથા ત્રિમાસિકમાં ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જાહેર કરવામાં ગત વર્ષની સરખામણીમાં 86 ટકાનો ઘટાડો આવ્યો છે. 

કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો : નહિ મળે વિઝા

કેનેડા સરકારે આપેલા આંકડા અનુસાર, 1 લાખ, 8 હજાર, 940 વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પહેલા રિલીઝ કરાયા હતા, જ્યારે કે ગત ત્રિમાસિકમાં આંકડા ઘટીને 14 હજાર, 910 થયા છે. 

કેનેડા સિવાય કયા વિકલ્પ શોધી રહ્યાં છે ભારતીય વિદ્યાર્થીઓ
ઓટાવામાં ભારતીય હાઈકમિશન સી ગુરુમ ઉબ્રમણ્યને કહ્યું કે, કેટલાક કેનેડિયન સંસ્થાઓમાં હાઉસિંગ ક્રાઈસીસ અને શિક્ષણની સુવિધાઓની અછતને કારણે ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યાં છે. હાલના વર્ષોમાં ભારતીયોએ કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું મોટુ ગ્રૂપ બનાવ્યું છે. 2022 ના વર્ષમાં સમગ્ર દુનિયામાંથી સૌથી વધુ 41 ટકા, એટલે કે 225, 835 પરમિટ ભારતીય વિદ્યાર્થીઓ માટે રિલીઝ કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, કેનેડા માટે વિદેશી વિદ્યાર્થીઓ હંમેશા દૂધ આપતી ગાય જેવા સાબિત થયા છે. કેનેડા સરકારને દર વર્ષે 22 અરબ કેનેડિયન ડોલર (16.4 અરબ અમેરિકન ડોલર)ની આવક માત્ર વિદેશી વિદ્યાર્થીઓ થકી મળે છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. જો કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો કેનેડિયન સરકારને દર વર્ષે ઓછામાં ઓછા 10 અરબ ડોલરથી વધુનું નુકસાન જશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news