દિકરી એન્જિનિયરિંગ ભણવા બેંગલોર ગઇ અને ન થવાનું થયું... જુઓ વીડિયો
વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. 5 દિવસ બાદ યુવતી લાશ વલસાડ લાવવામાં આવતા તેના પરિવારમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ છે. જોકે, યુવતીની હત્યા કયા કારણોસર કરવામા આવી છે એ વાત પરથી પડદો ઊંચકાયો નથી. આ બાબતે બેંગ્લોર પોલીસે તપાસ હાથ ધરી છે.
જય પટેલ/વલસાડ :વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. 5 દિવસ બાદ યુવતી લાશ વલસાડ લાવવામાં આવતા તેના પરિવારમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ છે. જોકે, યુવતીની હત્યા કયા કારણોસર કરવામા આવી છે એ વાત પરથી પડદો ઊંચકાયો નથી. આ બાબતે બેંગ્લોર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના ડુંગરી ધરાસણા રોડ પર રહેતા હર્ષદભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ છે, જેમાંથી મોટી દીકરી વૃત્તિ પટેલ (ઉંમર 22 વર્ષ) બેંગલોરમાં રહીને જેએમઈનો અભ્યાસ કરતી હતી. તે એન્જિનિયરિંગના હોસ્ટલમાં રહીને ભણી રહી તી. ત્યારે 6 દિવસ પહેલા તેની કોઈએ હત્યા કરી છે. બેંગલોર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પણ, આજે 6 દિવસ બાદ તેનો મૃતદેહ વલસાડ આવતા સમગ્ર વિસ્તારમાં તેની હત્યા અંગેની જાણ થઈ હતી. બેંગલોરથી વિમાન મારફતે વૃત્તિ પટેલનો મૃતદેહ વલસાડ લાવવામાં આવ્યો હતો.
વૃત્તિ પટેલના પરિવારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ બાબતની તપાસ થાય એવી માંગ કરી છે. જોકે, વૃત્તિની હત્યા કયા કારણોસર થઈ, અને કોણે કરી તે અંગે હજી પડદો ઉંચકાયો નથી.