રવિ અગ્રવાલ, વડોદરા : રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સાથે સતત સંપર્ક રહેનાર કોંગ્રેસના અન્ય એક નેતા મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે માંજલપુર બેંકર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન સતત ભરતસિંહની સાથે સતત સંપર્ક હતા. આ દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓ વડોદરાની બેન્કર્સ હોસ્પિટલમાં કોરોન્ટાઇન થયા હતા. અહીં તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, ત્યારબાદ હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


ભરતસિંહનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા. તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ણન, દિલ્હીથી આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા પણ દિલ્હીમાં પોતાના ઘરે ક્વોરેન્ટીન થયા છે. તો રિટર્નિંગ ઓફિસર ચેતન પંડ્યા, ભાજપના રાજ્યસભામાં વિજેતા બનેલા અભય ભારદ્વાજ પણ હોમ કોરોન્ટાઇન થયા છે. હજુ આ યાદી લાંબી બનવાની શક્યતા છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube