મળો ગુજરાતના આ `દાદા`ને! જે કામ આજના યુવાનો નથી કરતી શકતા એ કામ 63 વર્ષે કરી દેખાડ્યું!
વાપીના ચલા વિસ્તારમાં એકલવાયું જીવન ગાળતા કાંતિ ભાઈ ભાઈ પટેલ. વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત થયેલ 63 વર્ષીય કાંતિભાઈ ની પત્ની 2014માં દેહાંત બાદ એકલવાયું જીવન ગાળતા હતા.
નિલેશ જોશી/વાપી: એક જાણીતી કહેવત છે કે સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે નાહ્ય ..સફળતા અને સિદ્ધિ મેળવવાની કોઈ ઉમર હોતી નથી ..ત્યારે રાજ્ય ના છેવાડે આવેલ વાપી માં એક નિવૃત વૃદ્ધે 63 વર્ષની ઉમરમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. જે ઉંમરે વૃધ્ધો નિરાશા અને હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે તે ઉંમરે વાપીના કાંતિભાઈ પટેલે ટ્રેકિંગ તેમજ સાયકલિંગ જેવા ચેલેંજિંગ સ્પોર્ટ્સમાં ભવ્ય સફળતા મેળવી છે. યુવાનોને શરમાવતા આ યુવાન વૃદ્ધની 11500 ફૂટની ઊંચાઈ કે ટ્રેકિંગમાં મેળવેલ સિદ્ધિ પર જોઈએ.
વાપીના ચલા વિસ્તારમાં એકલવાયું જીવન ગાળતા કાંતિ ભાઈ ભાઈ પટેલ. વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત થયેલ 63 વર્ષીય કાંતિભાઈ ની પત્ની 2014માં દેહાંત બાદ એકલવાયું જીવન ગાળતા હતા. જોકે નિવૃતી બાદ સતત તેઓ પ્રવૃતિમય રહી અને યુવાનો ને પણ શરમાવે જેવા શોખ પાડ્યા અને તેમનો એક એવા ટ્રેકિંગ અને સાયકલિંગના દિવાના કાંતી ભાઈ આવી કડકડતી હાડ થીજાવતી ઠંડીમાં લેહમાં દેશનું સૌથી મુશ્કેલ ટ્રેકિંગ માનવામાં આવતું એવું ચાદર ટ્રેકિંગ પૂર્ણ કર્યું છે. ગુજરાતના સૌથી મોટી ઉંમરે આવું મુશ્કેલ ટ્રેકિંગ પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી બન્યા હોવાનો પોતે દાવો કરી રહ્યા છે.
હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર
63 વર્ષીય વૃદ્ધને ટ્રેકિંગ નો ભારે શોખ છે .તેઓ સાયકિલિંગ માં પણ અનેક રેકોર્ડ કરી ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષ માં 55 હજાર કિલોમીટર થી વધુ સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે સાથે ભારતના હિમાલય સહીતના અનેક ડુંગરો તેમને સાયકલ પર સર કરેલા છે. સાયકલ ચલાવવા ના શોખીન કાંતિ ભાઈ પટેલ રોજ ના 30 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવે છે.
અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે જ ત્રણ વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ , કૈલાસ માન સરોવર મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાઇકલ ચલાવી ચુક્યા છે. વાપીના 63 વર્ષીય કાંતિભાઈ આ ઉમરમાં પંચ કૈલાશી બની અનોખો રેકોર્ડ કર્યો છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાઇકલ ચલાવી હતી. પાંચ કૈલાશ યાત્રા પૂર્ણ કરતા પંચ કૈલાશી નું બિરૂદ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે..
કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
કયા-કયા સ્થળોએ રેકોર્ડ બનાવ્યાં
કૈલાસ માનસરોવ૨,મણીમહેશ કૈલાસ આદિકૈલાસ, ચાર કૈલાસ ધામ,2800 કિમિ ની નર્મદા નદીની લીલી પરિક્રમા બે વાર ચાર વાર ગિરનાર પર્વત ચઢાણ, અમદાવાદથી મહાલક્ષ્મી માતાનુ મંદિર 430 કિ.મી ,અમદાવાદ થી કચ્છ ના માતાનો મઢ નું 450 કિ.મીનો પ્રવાસ તેમજ અમદાવાદથી પાકિસ્તાન શરહદ એવા નડાબેટ નું 300 કિ.મીનું અંતર પણ સાઇકલથી કાપ્યું છે.
તેમજ દાંડી યાત્રાનું 450 કિ.મી અને અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી 210 કિ.મી સાઈકલિંગ કરી અનેક રેકોર્ડ સ્થાપ્યા છે. તેમણે ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાઇકલ ચલાવી હતી. એટલું જ નહિ 3 વર્ષમાં 55 હજાર કિલોમીટર થી વધુ સાઈક્લિંગ કરી અનેક નવા રેકોર્ડ બનાવી યુવાનોને સ્વસ્થ રહેવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપી રહ્યાં છે.
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા લીક થયો સૂર્યગઢ પેલેસની અંદરનો Video? જાનનો ફોટો જુઓ
સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિર ના ઓટલે સમય ગુજારતા વૃધો ની તંદુરસ્તી પણ નબળી પડતી હોય છે, ત્યારે રોજ ની 30 કિલોમીટર સાઇકલ ચાલવતા કાંતિભાઈ આજે પણ તંદુરસ્ત જીવન પસાર છે ..સામાન્ય રીતે યુવાનો જ રમત ગમત કે સ્પોટર્સમાં ટોપ સ્થાન મેળવતા હોય છે.
વાપીના 63 વર્ષીય કાંતિભાઈ આ ઉમર માં પણ અતી કઠિન પરિસ્થિતિમાં પણ દેશના સૌથી મુશ્કેલ માનવામાં આવતા ટ્રેકિંગને પૂર્ણ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ અગાઉ પણ અનોખો રેકોર્ડ કર્યો છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાઇકલ ચલાવી ચૂકેલા કાંતિભાઈ તેમની ઉમર ના લોકો ને સંદેશો પાઠવે છે કે જીવનમાં નવું કંઈક કરવાની કોઈ ઉમર હોતી નથી .