ગૌરવ પટેલ/ગાંધીનગર: ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની પલ્લી યોજાશે. સોમવારે રાત્રે 12 વાગે મંદિર પરિસરમાંથી પલ્લીની શરુઆત થશે. પાંડવોના સમયથી ચાલતી વરદાયીની માતાની પલ્લીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે પલ્લી માટે અંદાજે 500 જેટલો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. જ્યારે સીસીટીવી અને વિડિયો કેમેરાથી સમગ્ર પલ્લી પર નજર રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવ્યા હતા. જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે, પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.


અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ


પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. રૂપાલની વરદાયિની માતાની પલ્લી બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર જ્ઞાતિના લોકો સાથે મળીને બનાવે છે. એટલે કે, માતાની પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.


જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે. અને ગામાન યુવનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. 


અમિત ચાવડાના રાજીનામાં અંગે થયેલા વાયરલ મેસેજ મામલે કોંગ્રેસના જયેશ ગેડિયા સસ્પેન્ડ


સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. 


પલ્લી નીકળી ગયા બાદ પણ ગામમાં અનેરુ દ્રશ્ય જોવા મળે છે. ગામના વાલ્કી સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે, અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી.


જુઓ Live TV:-