શું તમને ખબર છે માટીની શ્રીજીની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય? ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે વર્કશોપ યોજ્યો
આ વર્ષે મંડળ દ્વારા બાળકોમાં પર્યાવરણને જાળવવાની જાગૃતિ આવે તે માટે લાલ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવા માટેની કાર્યશાળા યોજાઈ હતી. 4 થી 18 વર્ષની ઉંમરના 169 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. તેમની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક દીક્ષિત/વડોદરા: ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને સમાજ ઉપયોગી કાર્યો કરે છે. ત્યારે આ વર્ષે ગણેશોત્સવ- 2023 અંતર્ગત બાળકો માટે માટીના શ્રીજી બનવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણને બચાવવાની ભાવના કેળવાય. આ પ્રસંગે સંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા હતા.
7 ચોપડી પાસ ખેડૂતે કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! એવું સાધન બનાવ્યું કે.
વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા બાળકોમાં પર્યાવરણને જાળવવાની જાગૃતિ આવે તે માટે લાલ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવા માટેની કાર્યશાળા યોજાઈ હતી. 4 થી 18 વર્ષની ઉંમરના 169 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. તેમની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈક પર કલર કરાવીને 'કલર' કરતા કલરિયાઓની હવે ખૈર નથી, પકડાયા તો ગયા કામથી
બાળકોને તજગણ્યો દ્વારા માટીની મૂર્તિ કેવી રીતે બનાવવી તેની જાણકારી આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન નીચે બાળકોએ ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું. માટી મૂર્તિ બનાવતા બાળકોને પ્રોત્સાહિત કરવા સંસદ રંજનબેન ભટ્ટ અને સામાજિક અગ્રણી જયેશ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઊપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવાના પ્રયાસોમાં બાળકો અને તેમના વાલીઓને સહભાગી થવા માટે અભિનંદન આપ્યા હતા.
2 રૂપિયાવાળા શેરમાં 33000% ની તેજી, 1 લાખ રૂબપિયાના બની ગયા 3.3 કરોડ રૂપિયા