7 ચોપડી પાસ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! દવા છંટકાવાનું એવું સાધન બનાવ્યું કે...

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામના ખેડૂત બાબુભાઇ વીરડીયા કે જેઓ વીરડી ગામમાં રહે છે અને ખેતી કરી રહ્યા છે, ત્યારે હાલ કપાસનું વાવેતર કર્યું છે અને આખો દિવસ કપાસમાં જીવાત ન પડે તે માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે.

 7 ચોપડી પાસ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! દવા છંટકાવાનું એવું સાધન બનાવ્યું કે...

રઘુવીર મકવાણા/બોટાદ: વીરડી ગામના 7 ચોપડી ભણેલા ખેડૂતે પોતાની કોઠાસૂઝથી સારા એન્જીનિયરને શરમાવે તેવું ખેતરમાં દવા છંટકાવ કરવાનું સાધન બનાવ્યું છે, તે પણ સોલારથી ચાલે છે અને એક સાથે ત્રણ હરોળમાં દવા છંટકાવ થઇ જાય સાથે સમય અને રૂપિયાની પણ બચત થાય છે. માત્ર 8 કલાકમાં 36 વીઘા ખેતીમાં ઉભા પાકને દવા છાંટવાની કામગીરી પૂર્ણ કરે છે. 

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામના ખેડૂત બાબુભાઇ વીરડીયા કે જેઓ વીરડી ગામમાં રહે છે અને ખેતી કરી રહ્યા છે, ત્યારે હાલ કપાસનું વાવેતર કર્યું છે અને આખો દિવસ કપાસમાં જીવાત ન પડે તે માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે ત્યારે એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે. બિયારણ, ખાતર અને દવાઓ પણ મોંઘીદાટ હોય છે અને દવા છાંટવાની મજૂરી પણ ખુબજ વધારે પડતી હોય છે ત્યારે બાબુભાઈએની વિચાર આવ્યો કે દવા છંટકાવ કરવાનું મશીન બનાવીએ તો બાબુભાઇ એ મશીન બનાવવાનું ચાલુ કર્યું. 

જે મશીનમાં ગેલવેનાઇઝ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જે દવા છંટકાવ કરવાનો ઇલેક્ટ્રિક પમ્પ આવે છે તેની પાઈપ અને તેમાં આવતા ફુવારા મોટર તેમજ ફોર્વ્હીલ ગાડીમાં આવતી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાબુભાઇ એ જણાવ્યા મુજબ એક મશીન બનાવવામાં અંદાજીત 30-35 હજારનો ખર્ચ થયો હતો અને 8 દિવસે મશીન તૈયાર થયું હતું. જેનું નામ બાબુભાઇ એ ઘોડો રાખ્યું છે. આ ઘોડો મશીન એક સાથે ત્રણ હરોળમાં ખેતરમાં ઉભા પાકને દવા છંટકાવ કરે છે જેમાં માત્ર બે માણસની જરૂર પડે છે અને 8 કલાકમાં 32 વીઘા ખેતરમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે. 

આપ જે જોઈ રહ્યા છે તે છે દવા છંટકાવ કરવાનો મશીન એટલે કે ઘોડો આ ઘોડો બનાવવામાં આઠ દિવસની બાબુભાઇ ને સમય લાગ્યો હતો અને 30-35 હજારનો ખર્ચ થયો હતો બાબુભાઈએ ભલ ભલા એન્જિનિયર ને શરમાવે તેવુ મશીન બનાવ્યું છે આ મશીન ઘોડો નો ઉપયોગ કરી પોતના ખેતરમાં કપાસના પાકને દવા છંટકાવ કરી રહ્યા છે. 

બાબુભાઇની આ મહેનત જોઈ અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં આવે છે અને બાબુભાઇની કામગીરીને બિરદાવી રહ્યા છે. ખરેખર તો બાબુભાઇ એ પોતાની કોઠાસૂઝથી બનાવેલ ઘોડાથી પોતાનો સમય અને નાણાકીય પણ બચત થઈ રહી છે અને અન્ય ખેડૂતો એ પણ આ મશીન નો ઉપયોગ કરવો જોઈએ તેમ બાબુભાઇ એ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news