કાંટાની ટક્કર વચ્ચે વાવ પેટાચૂંટણીમાં જીતી ગયું ભાજપ, ગુલાબસિંહની 2300 મતથી હાર
Vav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1300 મતથી હાર્યા છે...
Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. કાંટાની ટક્કર વચ્ચે ભાજપે વાવમાં જોરદાર જીત મેળવી છે. છેલ્લી ઘડી સુધી શ્વાસ અદ્ઘર કરી દે તેવું વાવ પેટાચૂંટણીનું પરિણામ રહ્યું છે. 1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વાવ માટે વિક્ટરીની સાઈન બતાવીને જીતની ખુશી વ્યક્ત કરી છે. તો ગાંધીનગર કમલમ પર ભારત માતા કી જય નારાથી જીતની ઉજવણીની શરૂઆત થઈ છે. વાવના પરિણામ બાદ કમલમ કાર્યાલય ઉપર નારા લાગ્યા.
પરિણામના લાઈવ અપડેટ
23 માં રાઉન્ડમાં ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપીને આગળ નીકળી ગયું. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગુલાબસિંહ રાજપૂત કરતા આગળ નીકળી ગયા છે.
21 રાઉન્ડ બાદ ભાજપે રોકેટ સ્પીડે લીડ પકડી છે. જેને કારણે કોંગ્રેસના શ્વાસ અદ્ધ થઈ ગયા છે. 21 મા રાઉન્ડના અંતે કોંગ્રેસ માત્ર 600 મતથી આગળ છે. હજી બીજા 4 રાઉન્ડની મતગણતરી બાકી છે
20માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 3613 મતોથી આગળ. કોંગ્રેસની લીડ 2133 ઘટી.
19માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 5846 મતોથી આગળ. આ રાઉન્ડમાં પણ કોંગ્રેસની 2333 લીડ ઘટી.
વાવ વિધાનસભામાં પિક્ચર પલટાયું, 18માં રાઉન્ડમાં કોંગ્રેસ 8081 મતોથી આગળ. કોંગ્રેસની લીડ 2235 ઘટી. 18મા રાઉન્ડમા ભાજપને કોંગ્રેસ કરતા 2235 મતો વધુ મળતા હવે કોંગ્રેસ ફક્ત 8081 મતોથી આગળ
હજી પણ ૮૦૦૦ કરતાં વધારે મતે કોંગ્રેસ આગળ. 18 રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ૨૨૦૦ કરતાં વધારે ઘટી. ભાજપે ૨૨૦૦ કરતાં વધારે લીડ મેળવી
17 માં રાઉન્ડનાં ભાજપને ૨૧૩૩ ની લીડ મળી. જોકે, હજી પણ ૧૦ હજાર કરતાં વધારે મતે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. 17 મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 10404 થી આગળ છે. આ રાઉન્ડમાં પણ કોંગ્રેસની લીડ ઘટી
16 મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ કપાઈ. ૧૦૧૮ લીડ કપાઈ. કોંગ્રેસ ૧૨૫૦૦ મતથી આગળ
15 મા રાઉન્ડથી કોંગ્રેસની લીડ ઘટવાની શરૂઆત થઈ. પંદરમાં રાઉન્ડમાં કોંગ્રેસને ૩૩૭૪ અને ભાજપને ૩૯૨૧ મત મત મળ્યા. જોકે, આ રાઉન્ડમાં ભાજપને 547 લીડ મળી. આ રાઉન્ડના અંતે કોંગ્રેસને ૧૩૫૦૦ થી વધારાની લીડ મળી. પંદરમા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી.
રાઉન્ડ 13 ના અંતે કોંગ્રેસ ૧૩ હજાર વધારે મતથી આગળ. તો ૧૪ રાઉન્ડના અંતે ૧૪૦૦૦ કરતાં વધારે મતથી કોંગ્રેસ આગળ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જ્યાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભલે હું હાલ પાછળ ચાલતો હોય, પણ મારી જીત જ થશે હાલ જે બુથો ખુલી રહ્યા છે તે પછીના બુથોમાં મને વધુ મતો મળશે. શંકર ચૌધરીની સભા બાદ મારા વોટ વહેંચાયા એ ફક્ત વાતો છે. તમે હજુ પરિણામ આવવા દો જીત મારી નિશ્ચિત જ છે.
11 રાઉન્ડના અંતે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ગુલાબસિંહ રાજપૂતની સતત લીડ જળવાઈ રહેશે. મત ગણતરીના અંતે ગુલાબસિંહ 10 થી12 હજારની લીડથી જીતશે. વાવ વિસ્તારમાંથી ખૂબ લીડ મળી છે, સુઈગમમાંથી પણ લીડ મળશે. ભાજપના એજન્ટ પણ માની રહ્યા છે કે હવે લીડ નહિ કપાય.
સવારે 11.38 કલાકે ૧૨૭૭૪ મતથી ૧૧ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ. અગિયારમાં રાઉન્ડના અંતે કોંગ્રેસને ૪૦૭ ની લીડ મળી
સવારે 11.24 કલાકે 10 રાઉન્ડના અતે ગુલાબસિંહને ૪૮૨૫૩ મત અને સ્વરૂપજી ઠાકોરને ૩૫૮૮૬ મત મળ્યાં. કોંગ્રેસ ૧૨૩૬૭ થી આગળ. દસમા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ થોડી ઘટી
સવારે 11.02 કલાકે આઠમા રાઉન્ડના અંતે કોંગ્રેસ 12752 મતોથી આગળ
સવારે 10.55 કલાકે સાત રાઉન્ડના અંતે કોંગ્રેસ 11 હજાર કરતાં વધારે મતથી આગળ.
સવારે 10.35 કલાકે છઠ્ઠા રાઉન્ડના અંતે કોંગ્રેસને 4989 મતોની લીડ. ગુલાબસિંહને 29862, સ્વરૂપજી ઠાકોરને 22072 મત
સવારે 10.26 કલાકે પાંચ રાઉન્ડના અંતે 2716 મતથી કોંગ્રેસ આગળ. પાંચમા રાઉન્ડમાં કોગ્રેસને 5622 મત, ભાજપને 4311 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 342 મત મળ્યાં. 1311 મતની કોંગ્રેસને લીડ
સવારે 10.07 કલાકે ચોથા રાઉન્ડમાં પણ કોંગ્રેસના ગુલાબસિંહ આગળ નીકળી ગયા. ચાર રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત 1400 કરતા વધારે મતથી કોંગ્રેસ આગળ
1 થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામના મતોની ગણતરી. 10 થી 15 રાઉન્ડમાં સુઈગામ તાલુકાના ગામોના મતોની ગણતરી. 16 થી 23મા રાઉન્ડમાં ભાભર તાલુકાના ગામોના મતોની ગણતરી. વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કુલ 23 રાઉન્ડમાં ગણતરી થશે.
સવારે 9.50 કલાકે ત્રીજા રાઉન્ડના અંતે 1173 મતે કોંગ્રેસ આગળ. ત્રણ રાઉન્ડના અંતે ગુલાબસિંહને 12360 મત, સ્વરૂપજી ઠાકોરને 11187 મત અને માવજી પટેલને 6510 મત મળ્યા. કોંગ્રેસના ગુલાબસિંહ 1173 મતથી આગળ ચાલી રહ્યાં છે
સવારે 9.23 કલાકે બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડ ઘટી. બીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 46 મતોથી આગળ. અત્યાર સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 297 મતથી આગળ
સવારે 9.00 કલાકે પ્રથમ રાઉન્ડના અંતે ૪૧૯૭ કોંગ્રેસ, ૩૯૩૯ ભાજપ અને ૨૧૧૯ માવજી પટેલ.... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ૨૫૮ મતથી આગળ
સ્વરૂપજીએ મહાદેવના દર્શન કર્યાં
આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે તે પહેલાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાલનપુર પહોંચી પાતાશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. જોકે તે બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ગામે પહોંચેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઝી 24 કલાક સાથ વાત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, લોકોએ મને અપાર સાથ આપ્યો છે. કોંગ્રેસ અને અપક્ષ ભલે ગમેતે દાવા કરે પણ જીત મારી જ થશે. મોદી સાહેબના વિકાસના કામોની જીત થશે.હું સારા મતોથી જીતીશ અને જીત્યા બાદ વાવના અનેક ખેડૂતો, પાણી, સિંચાઈ અને કેનાલોના કામો બાકી છે તે પહેલાં કરીશ. મારો જીતનો વરઘોડો મતગણતરી કેન્દ્રથી પાલનપુર થઈને ગેળા હનુમાન જશે અને ભગવાનના દર્શન કરીને વાવ જશે.
મતગણતરી શરૂ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પાલનપુરની જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. સો પ્રથમ 130 બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ છે. 14 ટેબલ ઉપર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં બેલેટ પેપર બાદ 321 મતદાન મથકોના એવીએમ મશીનના મતોની ગણતરી હાથ ધરાશે, જેને લઈને આ મતગણતરી પ્રક્રિયામાં 160 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે. બપોર સુધી આ મતગણતરી પૂર્ણ થઈ જતા ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે અને સ્પષ્ટ થઈ જશે કે વાવની જનતા કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદગી કરે છે.