Election Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનો આજે મહાચુકાદો આવવાનો છે. ત્રિપાંખિયો જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. તો અપક્ષના માવજી પટેલ જીત સાથે અલગ સરપ્રાઈઝ આપવા માંગે છે. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થશે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલમાંથી કોણ મેદાન મારશે. ત્યારે હવે જીતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 


  • વાવમાં કોનો રહેશે વટ?

  • વાવથી કોણ જશે ગાંધીનગર?

  • ગુલાબની આવશે મહેક કે ખીલશે કમળ?

  • માવજી મારી જશે મેદાન?

  • બંપર વોટિંગથી કોને થયો છે ફાયદો?

  • આજે વાવનો મહાચુકાદો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
182 વિધાનસભા બેઠકવાળા ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. વાવના મતદારોએ પોતાની ફરજ અદા કરી દીધી છે અને ઉમેદવારોના ભાવી EVMમાં સીલ કરી દીધા છે...હવે વારો EVM ખુલવાનો છે. આજે EVM ખુલશે અને કોઈ એક ઉમેદવારનું ભાવિ ચમકશે અને તેઓ વાવથી સીધા ગાંધીનગર વિધાનસભામાં પહોંચી જશે. પરિણામ પહેલા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ખરીદી થઈ ગઈ છે. હવે છેલ્લી ઘડીનો ખેલ છે.


ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી


વાવ વિધાનસભા પેટા ચૂંટણી,૨૦૨૪ની આજે મત ગણતરી થવાની છે. કુલ ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે. સમગ્ર કાઉન્ટીંગ સ્ટેશન સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ છે. મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ મતગણતરીવ પ્રક્રિયામાં ભાગ લેશે. મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. કોઇ પણ મતગણતરી એજન્ટ કે  ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકશે. 


કેટલું થયું હતું મતદાન? 


  • વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ ટકા મતદાન નોંધાયું હતું

  • કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદારોએ મતાધિકારનો કર્યો હતો ઉપયોગ

  • પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદારોએ કર્યું હતુ મતદાન

  • ૩૨૧ બુથ પર યોજાયેલ મતદાનની ૨૩ રાઉન્ડમા સવારે ૮ વાગ્યાથી  થશે ગણતરી

  • 169 ગામના 3 લાખ 10 હજાર મતદારોએ મત આપ્યા હતા


એક તરફ ઉમેદવારો અને કાર્યકરોમાં પરિણામને લઈ ઉત્સાહનો માહોલ છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ મતગણતરી માટે આખરી ઓપ આપી દીધો છે. વાવવાસીઓ જે ઉમેદવારનું ભાવી EVMમાં સીલ કર્યું છે તેને ખોલવા માટે તૈયારીઓ થઈ ગઈ છે. પાલનપુર નજીક જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યાં મતગણતરી થવાની છે તે સ્ટ્રોંગ રૂમની હાલ થ્રીલેયર સુરક્ષા કરવામાં આવી રહી છે. તો મતગણતરીને કારણે પાલનપુર-અમદાવાદ હાઈવે પર ડાયવર્ઝન અપાયું છે. આજે અમદાવાદ-પાલનપુર ટુ લેન હાઈવે સિંગલ લેન રહેશે, 321 બુથના EVMની 23 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે, મતગણતરી માટે 200 જેટલા કર્મચારી ખડે પગે રહેશે, સવારે 8 વાગ્યે ગણતરીનો પ્રારંભ થશે, બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે.


વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ટક્કર જામી હતી. આ ત્રણેયમાંથી પછી કોઈ અન્યનું ભાવી આવતીકાલે ચમકી જાય છે તે જોવાનું રહેશે. વાવના 169 ગામના 3 લાખ 10 હજાર મતદારોએ મત આપ્યા હતા, જેના કારણે વાવમાં 70 ટકાથી વધુ મતદાન થયું હતું. 


શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો