Vav Assembly By Election 2024 : ગુજરાતના રાજકારણમાં વાવ બેઠક પહેલેથી જ ચર્ચાસ્પદ રહી છે. જ્યારથી આ બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટાઈને આવ્યા છે ત્યારે વાવ બેઠક વધુ ચર્ચામાં રહે છે. ગત લોકસભામાં આ બેઠક પર કોંગ્રેસનો ડંકો વાગતા રાષ્ટ્રીય સ્તરે બેઠકનું નામ ગુંજતું થયું. હવે વાવની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ભારે પડે તેમ છે. માવજી પટેલ આખા વાવમાં સભા ગજવી રહ્યા છે અને જોરદાર ભાષણો કરી રહ્યાં છે. હાલ માવજી પટેલ સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે માવજી પટેલને સાહેબ બનવાના અભરખા જાગ્યા છે. આજે તેમણે એક સભામાં કરેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ
આજે બનાસકાંઠાના ભાભરમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા યોજે તે પહેલાં માવજી પટેલે એક નિવેદનમાં કહ્યું કે, આજે મને મુખ્યમંત્રી હરાવવા આવ્યા છે. ગઈકાલે હોમ મિનિસ્ટર આવ્યા હતા. ગુજરાતના તમામ મંત્રીઓ આવી જશે. બધાય સમાજના આગેવાનો આવી જશે. જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહિ રોળી શકે. પછી મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ... અધ્યક્ષ સાહેબ પણ કહેશે આદરણીય  માવજીભાઈ અને હોમ મિનિસ્ટર પણ કહેશે આવો માવજીભાઈ.


ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો