`મને તમારે ચૂંટણી જીતાડવાની હોય તો જ્યાં કહેવાનું હોય ત્યાં કહેજો અને મને જીતાડજો`: ગેનીબેન ઠાકોર
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર નિશાન સાંધતા જણાવ્યું કે ઠાકોર સમાજને કોઈનો હાથો નહીં બનવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, શંકર ચૌધરીને મદદ કરવા માટે અને મને નુકસાન કરાવવા માટે આ બધું કરાય છે.
બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. હંમેશાં પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનાર વાવના MLA ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા છે.
વાવના ગોલગામમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપીને ખળભળાટ મચ્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર નિશાન સાંધતા જણાવ્યું કે ઠાકોર સમાજને કોઈનો હાથો નહીં બનવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, શંકર ચૌધરીને મદદ કરવા માટે અને મને નુકસાન કરાવવા માટે આ બધું કરાય છે.
પરંતુ આજે હું કહું છું કે બીજાનો હાથો બનીને ખોટા નિવેદનો આપીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરો. ચૂંટણી આવે ત્યારે અનેક લોકો મિટિંગો કરશે, પૂજનો કરશે અને ટિકિટોએ માંગશે અને બીજાને અપાવાની વાતો પણ કરશે. મને તમારે ચૂંટણી જીતડવાની હોય તો જ્યાં કહેવાનું હોય ત્યાં કહેજો અને મને જીતાડજો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા. પ્રધાનજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતે હરાવ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. 2021ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રધાનજી ઠાકોરની હાર પાછળ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જુઓ આ પણ વીડિયો:-