Banaskatha Election 2024: બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત સીટ છે.. હાલના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો વાવ બેઠક પર દબદબો છે.. ભાજપ આ દબદબો ખતમ કરવા માટે અત્યારથી જ તૈયારીઓમાં લાગ્યું છે તો બીજી તરફ ગેનીબેન ઠાકોર પણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે મથામણ કરી રહ્યા છે.. બનાસકાંઠામાં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેવી છે તૈયારી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલની સૌથી મોટી આગાહી


  • ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બની વાવ બેઠક

  • વાવમાં કોંગ્રેસનું પુનરાવર્તન કે ભાજપનું પરિવર્તન?

  • કોંગ્રેસ માટે વાવ બેઠક બની વટનો સવાલ!


જતા જતા ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! અરમાનો રોળાયા, શિયાળું પાકનું વાવેતર કરવા મજબૂર


વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર જીત મેળવીને કૉંગ્રેસનાં ગેનીબહેને ભાજપનું સતત ત્રીજી વખત રાજ્યમાં 26માંથી 26 બેઠકો પર જીતનું સપનું રોળી નાખ્યું હતું. ગેનીબહેન સાંસદ બન્યાં બાદ હવે વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.. વાવના લોકનિકેતન બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી.. જેમાં પ્રભારી સુભાષિની યાદવ, બલદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 


આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો


વાવ બેઠક પર કોંગ્રેસના 8 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ગુલાબસિંહ રાજપુત, કે.પી. ગઢવી, ઠાકરસિંહ રબારી, હરજીભાઈ ચૌધરી, દુધાજી રાજપુત, ભવાજી ઠાકોર, અણદાભાઈ પટેલ, રાજુભાઈ જોષીએ દાવેદારી નોંધાવી છે. આ બેઠકમાં ગેનીબેન ઠાકોરે મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી 24 તારીખે કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરવા જશે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું હતું.. ગુલાબસિંહ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસ જે ઉમેદવારને ટિકિટ આપશે એ ઉમેદવારને જીતાડવાની જવાબદારી અમારી રહેશે.. જો પક્ષ બહારથી કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો પણ તેમને જીતાડવા માટે મહેનત કરવામાં આવશે.


વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!


ઠાકરશી રબારીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓને પણ આ બેઠકમાં પૂર્ણ વિરામ લાગી ગયો.. કેમ કે, ખુદ ઠાકરશી રબારીએ ખુલાસો કર્યો કે, છેલ્લાં 5 દિવસથી ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ, હું ભાજપમાં નથી જોડાવાનો. લોકસભા ચૂંટણીમાં ભાજપને પડેલા આ ગાબડાને પૂરવાનું કામ કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ હશે. ઉપરાંત જ્યારે આ બેઠક પર આપે પોતાનો ઉમેદવાર જાહેર કરવાની વાત કરી છે ત્યારે ભાજપવિરોધી મતોનું વિભાજન અટકાવવું પણ કૉંગ્રેસ માટે અગત્યનું હશે.. પરંતુ તેમણે વાવ મતવિસ્તારમાં પોતાની ઘટેલી વોટ ટકાવારીને ધ્યાને રાખીને યોગ્ય વ્યૂહરચના ઘડવી પડશે.