તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી
Ambalal Patel Rainfall: ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમો એક્ટીવ થઈ હોવાનું પણ જણાવ્યું છે. અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ હતો. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી. 20 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે. હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે. વિભાગે હલચલ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છેક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે,આગામી દસકો વધુ ખરાબ હશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે. જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 21 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યું છે. તેના પ્રભાવ હેઠળ, 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. તે પછી, લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
આગામી બે-ચાર દિવસમાં તે વધુ તીવ્ર બની શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 ઓક્ટોબરે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. 20 ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.
મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદી સ્થિતિ યથાવત રહેશે. ત્યારપછી 23મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધવા લાગશે અને 25મીએ તેની ઝડપ વધુ ઝડપી બનશે. આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ગુજરાતના અલગ અલગ ભાગમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. નૈઋત્યના ચોમાસાની વિદાય 5 ઓક્ટોબર સુધીમાં થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે સામાન્ય કરતાં દસ દિવસ વધુ ચોમાસુ ચાલ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દેશભરમાંથી 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, બંગાળની ખાડીમાં પૂર્વ મધ્યમાં તથા ઉત્તર આંદામમાન દરિયામાં પણ તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી દિવસોમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ધીમેધીમે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે સિઝનમાં સરેરાશ કરતા 43 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઈઝ વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોન 188 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 157 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 148 ટકા,. પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 135 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 116 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 22 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જ્યારે 23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ (સિસ્ટમ) કેન્દ્રીયભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિ ભારે સાઈક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે. આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.
ગુજરાતમાં ભરૂચથી માંડીને અંકલેશ્વર, રાજપીપળા સહિત તમામ જિલ્લાઓમાં 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં પણ 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને એકલ દોકલ વિસ્તારોમાં વરસાદ આવે તેવું અનુમાન છે. હાલ અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તેવા સંકેતો નથી. બંગાળની ખાડીમાં થોડા દિવસમાં એક વાવાઝોડું બની શકે છે. જો આ બને તે સીધું જ ગુજરાતને અસર નહીં કરે. પરંતુ જો એ મહારાષ્ટ્રના દરિયા કિનારે આવે તો ફરીથી 26થી લઈને 30 તારીખ સુધીમાં માવઠાના વરસાદ ફરીથી થઈ શકે છે.
Trending Photos