અમદાવાદ: વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. આ વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું કહેવાય છે. જો કે આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ વિસ્તારમાં સુત્રાપાડા બંદર પાસે આવેલા માધવ કોલોનીમાં દરિયાઈ પાણી ધુસ્યા હતા. જેથી 30થી વધારે ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા હતા. દરિયાઈ પાણી ઘરોમાં ધૂસી જતા લોકો વિસ્તાર છોડવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો


જુઓ LIVE TV



  • જામનગરઃ વાયુ વાવાઝોડાને લઈને રાજ્ય મંત્રીની તાકીદ બેઠક.

  • ' વાયુ' વાવાઝોડાને લઈ ગુજરાતના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારની સંભવિત સ્થિતિમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ બે લાખ ફુડ પેકેટ  તૈયાર કરવામાં આવ્યા છે.