ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો

ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાયુ નામનું વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 290 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. આ વાવાઝોડાનું નામ વાયુ કેવી રીતે પડ્યું તે પણ જાણવા જેવું છે.  છે. 

ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો

અમદાવાદ:ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાયુ નામનું વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 290 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. આ વાવાઝોડાનું નામ વાયુ કેવી રીતે પડ્યું તે પણ જાણવા જેવું છે. વાવાઝોડાનું આ રીતે નામકરણ કેવી રીતે થાય છે તે જાણવા જેવું છે. વાવાઝોડાનું નામકરણ આખરે કોણ કરે છે? હકીકતમાં વાવાઝોડાના નામ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે સાગરમાં એક સાથે આવનારા અનેક તોફાનોમાં તેને રેખાંકિત કરીને તેની ઓળખ થઈ શકે. સામાન્ય રીતે જ્યારે કોઈ તોફાનની ઝડપ 61 કિમી પ્રતિ કલાકથી વધુ  હોય છે તો ત્યારે તે તોફાનનું નામકરણ કરવામાં આવે છે. 

સૌ પ્રથમ વાવાઝોડાનું નામ રખાયું ઓનિલ, વાયુ નામ કોણે પાડ્યું?
બંગાળની ખાડીમાં 2014માં હુડહુડ, 2017માં ઓખી અને ત્યારબાદ તિતલી તથા 2018માં ગઝા તોફાન આવ્યાં. ઓડિશામાં તાજેતરમાં જ ફાની તોફાને કાળો કેર વર્તાવ્યો હતો. ત્યારબાદ જે પણ વાવાઝોડું આવે તેનું નામ વાયુ નિશ્ચિત હતું.  હિન્દ મહાસાગરમાં સાઈક્લોનનું નામ રાખવાનું ચલણ 2004માં શરૂ થયું. આ કડીમાં ક્ષેત્રના આઠ દેશો ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ વચ્ચે 2004માં એક ફોર્મ્યુલા પર સહમતિ બની. આ દેશોએ આગામી ચક્રવાતોને ધ્યાનમાં રાખતા 64 નામોની સૂચિ  બનાવી. આ રીતે પ્રત્યેક દેશે આઠ નામ સૂચવ્યાં. આ સૂચિને વિશ્વ હવામાન સંગઠન (WMO)ને સોંપવામાં આવી. જીનેવા સ્થિત આ સંગઠન જ આ વિસ્તારમાં જ્યારે તોફાન આવે છે ત્યારે તે લિસ્ટમાં આવતા ક્રમના આધારે નામ આપે છે. 8 દેશોનીએ જે 64 નામની સૂચિ બનાવી હતી તેમાં સૌથી પહેલા 2004માં જ્યારે વાવાઝોડાને નામ આપવાની પરંપરા ચાલુ થઈ ત્યારે અંગ્રેજી વર્ણમાળા મુજબ બાંગ્લાદેશને આ તક સૌપ્રથમ મળી અને સૌપ્રથમ આવેલા તોફાનનું નામ 'ઓનિલ' અપાયું. ત્યારબાદ જે પણ તોફાન આવ્યાં તેમને ક્રમાનુસાર નક્કી નામ અપાયા. ક્રમ નિર્ધારણ 8x8ના એક ટેબલ પ્રમાણે થાય છે. જ્યારે તે સમાપ્ત થઈ જશે ત્યારબાદ ફરીથી એકવાર શરૂ  થશે. અત્યાર સુધીમાં આ ટેબલની સાત પંક્તિએ પૂરી થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં આવેલું ફાની વાવાઝોડું આઠમી કોલમનું પહેલુ નામ છે. ત્યારબાદ ભારત તરફથી નામ અપાશે એવું નક્કી હતું. આ નામ હતું વાયું. જોગાનુજોગ અનુસાર ફાની બાદ વાવાઝોડું ભારતના ગુજરાતને ધમરોળવા જઈ રહ્યું છે. આ વાયુ નામ ભારતે જ આપેલું છે. આ યાદીમાં છેલ્લુ નામ અમ્ફાન છે જે થાઈલેન્ડે આપેલુ છે. 

જુઓ LIVE TV

કયા દેશે કયા નામ આપેલા છે?
8 દેશોએ તોફાનોના નામની જે સૂચિ બનાવેલી છે તેમાં ભારતે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહેર, મેઘ, સાગર અને વાયુ જેવા નામ આપ્યાં છે. આ જ રીતે પાકિસ્તાને ફાનૂસ, લૈલા, નીલમ, વરદાહ, તિતલી, બુલબુલ જેવા નામ આપ્યાં છે. આ જ કારણોસર લિસ્ટના આધારે ઓડિશામાં તાજેતરમાં આવેલા વિનાશકારી તોફાનનું નામ ફાની હતું. ગત વર્ષે આ જ રીતે આ વિસ્તારમાં આવેલા તોફાનનું નામ તિતલી રખાયું હતું. બે વર્ષ અગાઉ નવેમ્બરમાં દક્ષિણ તામિલનાડુમાં જે તોફાન આવ્યું હતું તેનું નામ ઓખી હતું. આ નામ પણ બાંગ્લાદેશે રાખ્યું હતું. 

2013માં આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ફિલિન નામના વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો. આ સૂચિના આધારે આ સાઈક્લોનનું નામ થાઈલેન્ડે પાડ્યું હતું. આ દેશો દ્વારા અપાયેલું એક નામ એકવાર ઉપયોગમાં લેવાયા બાદ સામાન્ય રીતે રિટાયર થઈ જાય છે. તેની જગ્યાએ તે જેન્ડર અને તે જ વર્ણક્રમનું નવું નામ સંબંધિત દેશ આપે છે. 

વાવાઝોડાનું નામ રાખવા પાછળ કારણ શું?
મનમાં એક સવાલ પણ ઊભો થાય કે આખરે આ વાવાઝોડાનું નામકરણ શાં માટે કરવાનું હોય? તેની પાછળ કેટલાક કારણો છે. વાવાઝોડાનું નામકરણ કરવાથી મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે. નામના કારણે લોકો ચેતવણીને વધુ ગંભીરતાથી લે છે અને આફતને પહોંચી વળવા માટેની તૈયારીઓમાં મદદ મળે છે. વાવાઝોડાનું નામ જનતા પણ સંબંધિત વિભાગો દ્વારા સૂચવી શકે છે. જેની કેટલીક શરત છે. બે પ્રાથમિક શરતોમાં પહેલી એ કે નામ નાનું અને સરળ હોવું જોઈએ. બીજી શરત એ છે કે તેનો જ્યારે પ્રચાર કરવામાં આવે ત્યારે લોકો સમજી શકે તેવું હોવું જોઈએ। એક સૂચન એવું પણ આપવામાં આવે છે કે સાંસ્કૃતિક રીતે નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તેનો અર્થ ભડકાઉ પણ ન હોવો જોઈએ. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news