અમદાવાદ :વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધ્વજા ચઢાવવાની પ્રથા બદલાઈ 


લેટેસ્ટ અપડેટ મુજબ, હાલ આ વાવાઝોડુ વેરાવળથી 100 કિલોમીટર દૂર છે. પણ, જેમ જેમ તે નજીક આવતુ જશે તેમ તેમ તેની ગંભીર અસરો દેખાવા લાગશે. આજે એક વાગ્યા બાદ લગભગ તેના લક્ષણો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ. પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની થઈ. પવનની ગતિ વધતા પોરબંદરમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. હવામાન વિભાગના જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોરબંદરમાં હવાની ગતિ 7૦ કિમી પ્રતિ કલાકની થઇ છે. ત્યારે હજુ પવનની ગતિ વધી શકે છે. 9૦૦ કિમીના ઘેરાવમા વાવાઝોડું ફેલાયેલું છે. તો જામનગર કલેક્ટરે મેસેજ આપ્યો કે, આગામી એક કલાકમાં જામનગરમાં વાવાઝોડાની અસર દેખાશે. આગામી એક કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થશે, જે 24 કલાક સુધી આ પરિસ્થિતિ રહી શકશે. 


વાવાઝોડાના Live Updates : પોરબંદરમાં ભૂતેશ્વર મંદિરનો હિસ્સો ભારે પવનથી દરિયામાં તૂટીને પડ્યો


નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

સવારથી જ દરિયામાં કરંટ વધવાની શરૂઆત થઈ હતી. જેને કારણે અનેક કાંઠે મોજા ઉંચે ઉછળ્યા હતા. તો નવસારીમાં દરિયાના પાણી ગામોમાં ઘૂસી આવ્યા છે. જો, આ વાવાઝોડુ તટ પર ટકરાશે, જો કેવો વિનાશ વેરશે તે તો ગણતરીના કલાકોમાં જ જોવા મળી જશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :