નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

અરબી સમુદ્રમાંથી પેદા થયેલ વાયુનું ભયાનક વાવેતર ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ નુકશાની થવાની છે જયારે દક્ષિણ ગુજરાત પણ વાયુની ઝપેટમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામેથી થઈ છે.

નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

સ્નેહલ પટેલ/નવસારી :અરબી સમુદ્રમાંથી પેદા થયેલ વાયુનું ભયાનક વાવેતર ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ નુકશાની થવાની છે જયારે દક્ષિણ ગુજરાત પણ વાયુની ઝપેટમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામેથી થઈ છે.

બોરસી ગામમાં દરિયાના પાણી ઘૂસી રહ્યા છે, જેને કારણે ગામમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. લોકો ગભરાટના માર્યા ઘરવખરી સમેટી રહ્યા છે. પાણીનો ફ્લો એટલો વધુ છે કે, આજે બપોર સુધીમાં 8૦ જેટલા ઘરોમાં ઘૂંટણ સુધી પાણી હશે. જો વાયુ વાવાઝોડુ પોતાનું વધુ જોર બતાવે તો આપત્તિઓ વધી શકે એમ છે.

https://lh3.googleusercontent.com/-y6fmd_nHyRg/XQIFT84ZofI/AAAAAAAAHTQ/JcJGnDuHoJ46_HzqX4SehOuWGXfxJ8S1wCK8BGAs/s0/Navsari_heavy_rain_Vayu2.JPG

વહીવટી તંત્રની કામગીરી માત્ર સૂચના પૂરતી સીમિત રહી હોઈ સ્થળાંતર માટેની તંત્ર તરફથી હાલ કોઈ વ્યવસ્થાઓ દેખાઈ રહી નથી. સંરક્ષણ દિવાલને ક્રોસ કરીને દરિયાના મોજા ગામમાં આવી ગયા છે. જોકે મોટી ભરતી દરમિયાન ટેવાયેલા ગામજનો ફરી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સરકાર સંરક્ષણ દીવાલ બનાવી છે તેમ છતાં સંરક્ષણ દીવાલ ગામનો બચાવ કરી શકી નથી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news