અમદાવાદ: વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 207 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. વાવાઝોડાની સંભવિત અસરો સામે સુવ્યવસ્થિત આયોજન, અમલીકરણ, મોનીટરિંગ અને દેખરેખ માટે સરકાર દ્વારા પ્રભારી સચિવની નિયુક્તિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big breaking: 'વાયુ' વાવાઝોડું પોરબંદર તરફ ફંટાયુ, હવે 13મીએ સવારે નહીં પરંતુ બપોરે ત્રાટકશે


જે મુજબ શ્રી એ. કે .રાકેશ (આઈએએસ અગ્રસચિવ શ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ)ને રાજકોટ, શ્રી અનુપમ આનંદ (આઈએએસ, સચિવશ્રી આયોજન, સામાન્ય વહીવટ વિભાગ)ને કચ્છ, શ્રી રૂપવંત સિંહ (આઈએએસ કમિશનર શ્રી, ભૂસ્તર અને ખનીજ) ગીર સોમનાથ, શ્રી પી.સ્વરૂપ (આઈએએસ સચિવશ્રી આદિજાતિ વિકાસ વિભાગ)ને બોટાદ, શ્રી એ.એમ.સોલંકી (આઈએએસ, મેનેજિંગ ડાઈરેક્ટર જીએમડીસી વસ્ત્રાપુર અમદાવાદ)ને સુરેન્દ્રનગર અને ડો.ટી નટરાજન (આઈએએસ મેનેજિંગ ડાઈરેક્ટર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)ને જામનગરના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...