close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વિનાશકારી 'વાયુ'ને ધોબીપછાડ આપવા માટે ગુજરાતનું તંત્ર એકદમ સજ્જ

વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 207 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. આ વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું કહેવાય છે. જો કે આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે. 

Updated: Jun 13, 2019, 12:22 AM IST
વિનાશકારી 'વાયુ'ને ધોબીપછાડ આપવા માટે ગુજરાતનું તંત્ર એકદમ સજ્જ

અમદાવાદ: વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. આ વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું કહેવાય છે. જો કે આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે. 

ગીર સોમનાથ વિસ્તારમાં સુત્રાપાડા બંદર પાસે આવેલા માધવ કોલોનીમાં દરિયાઈ પાણી ધુસ્યા હતા. જેથી 30થી વધારે ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા હતા. દરિયાઈ પાણી ઘરોમાં ધૂસી જતા લોકો વિસ્તાર છોડવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

લેટેસ્ટ અપડેટ: 

 • 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.- રૂપાણી
 • 'ઝીરો હ્યુમન લોસ' મંત્ર સાથે વ્યવસ્થા કરાઈ છે. -CM રૂપાણી
 • ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરાયા છે. મોટા પાયે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 
 • પોલીસ આજે આખી રાત પેટ્રોલિંગ કરશે. બધા પોર્ટ ખાલી કરાવી દેવાયા છે. માછીમારોને પાછા બોલાવી લેવાયા છે. 
 • 57 તાલુકાઓમાં ઓછો વધારે વરસાદ પડ્યો છે. એટલે કે 57 તાલુકાઓમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
 •  સવારથી વાવાઝોડાની અસર શરૂ થઈ જશે. બપોરે ત્રાટકી શકે છે. 
 • સીએમ વિજય રૂપાણીએ રિવ્યુ બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી, તેમણે કહ્યું કે 2.75 લાખથી વધુ લોકોનું સ્થળાતંર કરાયું છે
 • મોરબી જીલ્લાના 35 ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા
 • મોરબીના 4, માળીયા 11, વાંકાનેર 17, હળવદ 3 ગામોમાંથી લોકોનું કરાયુ સ્થળાંતર
 • મોરબી જીલ્લામાંથી આજના દિવસ દરમ્યાન કુલ 8500થી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર
 • કચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું 
 • વાયુ વાવાઝોડાના આગમન પૂર્વે જ દરિયો તોફાની બન્યો
 • અસ્માવતી ઘાટ ખાતે લાગરેલ 20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોવાની આશંકા
 • પર્યટન સ્થળ દીવના અનેક વિસ્તારોમાં ઘુસ્યા દરિયાના પાણી
 • તંત્ર દ્વારા દીવના મેક્સિમમ રોડ બ્લોક કર્યા
 • વાયુ વાવાજોડાને લઇ ગીર સોમનાથનો દરિયો થયો ગાંડોતુર
 • મોટા પ્રમાણમાં મોજા ઉછળવા લાગતા કાંઠા પર વસતા લોકોમાં દહેસત
 • વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું
 • જાફરાબાદ બંદર હાઈ એલર્ટ પર
 • જાફરાબાદ બંદર પર  9 નંબરનું સિગ્નલ લાગ્યું
 • જાફરાબાદ બંદર પર પહેલી વખત લાગ્યુ 9 નંબરનું સિગ્નલ
 • જામનગર શહેરમાં ઠેર ઠેર 28 જેટલા વૃક્ષો થયા ધરાશાયી
 • વરસાદના આગમન સાથે જ જામનગરમાં વીજળી થઇ ગુલ
 • 4 કલાકનો સમય વિત્યો છતાં અડધું જામનગર વિજળી વગરનું
 • વડોદરામાં પણ વાયુની અસર, પાદરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો.
 • જામનગરના દરિયાકાંઠા વિસ્તાર દિગ્વિજય સોલ્ટમાં એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે રહેલી માછીમારી નૌકાઓને ભારે નુકસાન થયું. 
 • સૂત્રાપાડા તાલુકાનું વડોદરા-ઝાલા બંદર ખાલી કરાવાયું છે. 300થી વધુ માછીમાર પરિવારોનું સ્થળાતંર કરાવાયું. 
 • સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો.
 • પોરબંદરનો દરિયો બન્યો તોફાની. ચોપાટી પર મોજા ફરી વળ્યાં. દરિયામાં કરંટ જોવા મળતા ભારે મોજા ઉછળી રહ્યાં છે. 
 • રાજુલા જાફરાબાદમાં લોકો વધુ પડતા વાહનો ન વાપરે અને ઘરની બહાર ન નીકળે તે માટે તંત્રએ એવો નિર્ણય લીધો છે કે પેટ્રોલ પંપ બંધ રાખવા. આજથી પેટ્રોલ પંપ બંધ થશે. 
 • વલસાડમાં વાયુની અસર જોવા મળી રહી છે. કોશંબા ગામે મકાનોના પતરા ઉડી ગયાં. ભારે પવનના કારણે પતરા ઉડતા લોકોમાં ભય વ્યાપ્યો છે. 

 • ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોના 500 ગામડાઓ ખાલી કરાવી લેવાયા છે. 
 • તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં  કુલ 2.15 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. મધરાતથી પોલીસ પેટ્રોલિંગ કરશે. 
 • પંકજકુમારે કહ્યું કે એનડીઆરએફની 36 ટીમો તહેનાત કરાઈ છે. 11 ટીમો સ્ટેન્ડબાય છે. 9 એસડીઆરએફ ટીમો, 14 એસઆરપીની ટુકડીઓ અને 300 મરીન કમાન્ડોઝ પણ તહેનાત છે. 9 હેલિકોપ્ટર્સ તૈયાર રખાયા છે. 10,000 જેટલા પર્યટકોને સલામત સ્થળે ખસેડાયા છે. 
 • વાયુ વાવાઝોડાની અસર કચ્છમાં જોવા મળી રહી છે. માંડવીનાદરિયામાં કરંટ જોવા મળ્યો છે. 
 • સામખયાળીમાં ભારે પવન ફૂંકાયો છે. 
 • ભાવનગર ઘોઘાનાં બંદરે 3 નમ્બર નું સિંગલ લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રની કામગીરી, ધોધાના દરિયામાં પણ હેવી કરંટ જોવા મળી રહ્યો છે. 
 • રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ભાવનગર જિલ્લા ની જવાબદારી સોંપવામાં આવી, વિભાવરીબેન દવે એ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની મુલાકાત લીધી.

ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો

જુઓ LIVE TV

 • જામનગરઃ વાયુ વાવાઝોડાને લઈને રાજ્ય મંત્રીની તાકીદ બેઠક.
 • ' વાયુ' વાવાઝોડાને લઈ ગુજરાતના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારની સંભવિત સ્થિતિમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ બે લાખ ફુડ પેકેટ  તૈયાર કરવામાં આવ્યા છે.