Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે
વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.
ગૌરવ પટેલ/અમદાવાદ :વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.
વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે માહિતી આપતા કહ્યું કે, વાયુ હજી પણ ગંભીર છે. તે પોરબંદરથી 260 કિલોમીટર અને દીવથી 360 કિલોમીટર દૂર છે. જોકે, તેની સિસ્ટમ નબળી પડી રહી છે. જ્યારે તે કચ્છ સુધી પહોંચશે ત્યારે તે ડિપ્રેશનમાં ફેરવાશે. 17મી જૂનની આસપાસ કચ્છમા સારો વરસાદ આપશે. 18મીના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જશે. કચ્છ ક્રોસ કરવા આવશે તો પવનની ગતિ વધુ નહિ રહે. કોઈ નુકશાની પણ નહિ થાય. સૌરાષ્ટ્ર જ નહિ, વાયુને કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.
Pics : શાહપુરનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરુ, 20 વર્ષ પહેલા કરાવ્યું હતું બુકિંગ
ચેતવણીની ઐસીતૈસી : દિવના પ્રવાસીઓનો વીડિયો વાઇરલ
અમદાવાદમાં વરસાદ પડ્યો
આજે અમદાવાદમાં મેઘરાજા વરસ્યો છે. આજે અમદાવાદના બાપુનગર, સરસપુર, રખિયાલ, મણિનગર, ઇસનપુર, નારોલ, ઘોડાસર, ઓઢવ, નિકોલ, નરોડા અને મેઘાણીનગર, અસારવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હાલ પણ વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :