Pics : શાહપુરનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરુ, 20 વર્ષ પહેલા કરાવ્યું હતું બુકિંગ
ભગવાન જગન્નાથની 142 રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અષાઢી બીજના દિવસે રંગેચંગે ભગવાન નગરચર્યા કરવા નીકળે. ત્યારે ભગવાન જ્યારે મામાના ઘરે જાય ત્યારે મામાના ઘરેથી આપવામાં આવતા મામેરાની પણ એક અગાવી વિશેષતા હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લાહવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. 20 વર્ષ અગાઉ તેમણે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું પરંતુ 20 વર્ષના લાંબા સમય બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે.
આશ્કા જાની/અમદાવાદ :ભગવાન જગન્નાથની 142 રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અષાઢી બીજના દિવસે રંગેચંગે ભગવાન નગરચર્યા કરવા નીકળે. ત્યારે ભગવાન જ્યારે મામાના ઘરે જાય ત્યારે મામાના ઘરેથી આપવામાં આવતા મામેરાની પણ એક અગાવી વિશેષતા હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લાહવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. 20 વર્ષ અગાઉ તેમણે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું પરંતુ 20 વર્ષના લાંબા સમય બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે.
ભગવાનું મામેરૂ કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે. વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. તેમાં પણ ડ્રો કરવામાં આવતો હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય-ધન્ય થઇ જતું હોય છે તેવી શ્રદ્ધાળુઓમાં આસ્થા છે. મામેરાના દર્શનની સાથે જ હાલમાં મોસાળમાં રથયાત્રાનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ભગવાનના મોસાળમાં મામેરું કરવા માટે કાનજી પટેલનો પરિવાર સજ્જ બન્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા કાનજી પટેલનો પરિવાર આ વખતે ભગવાન જગન્નાથનું મામેરું કરવાના છે. આ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામનું મામેરું કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. જે પણ પરિવારને મામેરુ કરવાની તક મલે છે, તેઓ પોતાને ધન્ય અનુભવે છે. ત્યારે તેમના ઘરમાં દીકરીના લગ્નના પ્રસંગ જેવો માહોલ બની રહે છે.
કાનજી પટેલના પરિવારે ભગવાનના મામેરા માટે ખાસ તેમણે વડોદરામાં વાઘા તૈયાર કરાવ્યા છે. તેમજ ભગવાનના દાગીના પણ આ વખતે એક આગવું આકર્ષણ ઉભું કરશે. આ વર્ષે અંદાજે 10 લાખથી વધુના ખર્ચે ભગવાનનું મામેરું તૈયાર કરશે. 20 જૂનથી જ્યારે ભગવાન મામાના ઘરે જશે, ત્યારે ભગવાનનું મામેરું દર્શનાર્થીઓના દર્શન માટે ખુલ્લું મુકાશે. ભગવાનના મામેરાને લઈને કાનજી પટેલના પરિવારે ધામધૂમથી તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. મામેરુ કરનાર કાનજી પટેલ કહે છે કે, અમારો પરિવાર ભગવાન જગન્નાથ તેમના ઘરે પધારે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે, આ જગતના નાથનું મામેરુ કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી 20 વર્ષ પહેલા જેમણે મામેરુ કર્યું હતું, તે જોઈને મને તીવ્ર ઈચ્છા થઈ હતી કે, હું પણ આવી રીતે મામેરુ કરું. ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આખરે મારો નંબર લાગ્યો છે. જે માટે હું મારી જાતે નસીબદાર ગણું છું.
Trending Photos