અમદાવાદ :24 કલાકથી પણ ઓછા સમયમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે વેરાવળથી આ ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિભાગને જણાવ્યું કે, વાયુ પોતાની તીવ્રતામાં વધારો કરી ચૂક્યું છે અને હવે બહુ જ ગંભીર ચક્રવાત તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગે એમ પણ કહ્યું કે, તે આજે રાત્રે વેરાવળ તટને પાર કરશે તેવી શક્યતા છે. 


વાવાઝોડાની અસર શરૂ થઈ
ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના છ જિલ્લામાં વરસાદ પડ્યો છે. 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. 


વેરાવળમાં દરિયામાં કરંટથી મોજા ઉંચા ઉછળ્યા
વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળ બંદર પર 45૦૦ જેટલી નાની મોટી બોટો છે. વાવાઝોડું આવે તો 100થી વધુ બોટોને નુકશાન થાય તેવી શક્યતા છે. બંદર પર પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી આ 1૦૦ જેટલી બોટોનું સેૉફ જગ્યા પર પાર્કિંગ નથી થઇ શક્યું.


ગુજરાતમાં 36 એનડીઆરએફની ટીમ રહેશે ખડેપગે. જાણો કયા જિલ્લામા કેટલી ટીમ હશે


  • પોરબંદર - 3

  • જુનાગઢ - 3

  • ગીર સોમનાથ - 5

  • અમરેલી - 4

  • વલસાડ - 1

  • સુરત - 1

  • ભાવનગર - 3

  • મોરબી - 2

  • કચ્છ - 2

  • જામનગર - 2

  • દ્રારકા - 3

  • રાજકોટ - 4

  • ગાંધીનગર - 1

  • વડોદરા - 2



દરિયા કિનારે અસર
કચ્છના દરિયા કિનારે 2.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. તો જામનગરના દરિયા કિનારે 2.4 મીટર, પોરબંદરના દરિયાકિનારે 2.3 મીટર, જૂનાગઢના દરિયાકિનારે 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. દીવના દરિયાકિનારે 4.5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. અમરેલીના દરિયાકિનારે 4.6 મીટર ભાવનગરના દરિયા કિનારે 2.5 મીટર, ખેડાના દરિયાકિનારે 2 મીટર, સુરતના દરિયાકિનારે 2.5 મીટર, નવસારીના દરિયાકિનારે 2.5 મીટર અને વલસાડના દરિયાકિનારે 2.4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.


3 લાખથી વધુનું કરાશે સ્થળાંતર
ઉલ્લેખનીય છે કે, વેરાવળથી દરિયામાં 550 કિલોમીટર દૂર વાવાઝોડું છે. 165 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવી છે. 13 જુનની સવારે દીવ અને વેરાવળ કાંઠે ત્રાટકશે. તેથી મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના પ્રવાસન સ્થળોને છોડવા અપીલ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. રાજ્યમાં 700 વૈકલ્પિક સ્થળ સ્થળાંતર માટે તૈયારી કરવામાં આવી છે. 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં NDRFની 39 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કેબિનેટ અને સાંસદો સાથેની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોકૂફ રાખી
છે.