મગફળીનાં રજીસ્ટ્રેશનની કામગીરીના સમયે જ VCE ની હડતાળ, તત્કાલ ઉકેલ માટે મુખ્યમંત્રીને રજુઆત
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી કરતા વીસીઈ વેતન તેમજ અન્ય પ્રશ્નો સાથે હડતાળ પર છે ત્યારે હડતાળના પગલે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. જેથી સરકાર દ્વારા વીસીઈ સાથે વાટાઘાટ કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
નવનીત દલવાડી/ તળાજા : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી કરતા વીસીઈ વેતન તેમજ અન્ય પ્રશ્નો સાથે હડતાળ પર છે ત્યારે હડતાળના પગલે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. જેથી સરકાર દ્વારા વીસીઈ સાથે વાટાઘાટ કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ભાજપના સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદને 2 વર્ષની જેલ અને 2.97 કરોડનો દંડ
સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧ ઓક્ટોબર થી ૨૦ ઓક્ટોબર સુધી ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ તાજેતરમાં વીસીઈ ની વેતન તેમજ પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી હડતાળના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. હડતાળના કારણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી હાલ ખોરવાઈ ગઈ છે. જેથી સમય મર્યાદા વીતી જવા છતાં ખેડૂતો યોગ્ય સમયે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે નહીં.
પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો
ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત રહી જશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વીસીઈ સાથે તાત્કાલિક વાટાઘાટ કરી તેઓની સમસ્યાનો યોગ્ય ઉકેલ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવા તેમજ જેટલા દિવસ રજિસ્ટ્રેશન બંધ રહ્યું તેટલા દિવસોનો વધારો કરી આપવા તેમજ વરસાદના કારણે મગફળીમાં ગયેલ નુકસાનના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી છે ત્યારે મગફળીના પેકિંગમાં 30 કિલો પેકિંગના નિયમની જગ્યાએ જગ્યાએ ગાઈડ લાઈનમાં ફેરફાર કરી 25 કિગ્રા નું પેકીંગ રાખવા સુધારો કરવાની તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube