રવિ અગ્રવાલ, વડોદરાઃ કોરોના વાયરસને કારણે બંધ વડોદરાની બજારો આજથી ખુલવાની છે. વડોદરામાં બજારો ખોલવાની જાહેરાત વેપાર વિકાસ એસોસિએશને કરી છે. આજથી શહેરમાં મંગળબજાર, કડકબજાર, નવાબજાર, ગોરવા અને તરસાલી શાકમાર્કેટ ખુલશે. એસોસિએશનની બેઠકાં વેપારીઓને નિયમોનું પાલન કરી બજારો ખોલવાની મંજૂરી આપી છે. ઓએસડી વિનોદ રાવ સાથે સાંસદ અને ભાજપ પ્રમુખે વાત કરી હતી. તમામ વેપારીઓ દ્વારા ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું આવે તે પણ કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં અનેક બજારો કરાઈ હતી બંધ
શહેરના સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળની પોળ સહિતના ભીડભાડવાળા વિસ્તારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેના પગલે આજે તમામ બજારો બંધ રહ્યા હતા. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોવરા શાકમાર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે. 


વડોદરા : પાલિકાના કર્મીઓ ગાડીમાં ઠસોઠસ ભરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરે છે


મંગળ બજાર બે દિવસ રહી બંધ
શહેરના મધ્યમાં આવેલ મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ પાલન થતુ નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બેસતા પથારા, કડક બજાર, ગધેડા માર્કેટ વગેરેને બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંગળ બજાર માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જો આ ત્રણ દિવસમાં કોઈ દુકાન ખુલ્લી રહેશે તો તેને 50000 નો દંડ કરાશે. તંત્રના અધિકારીઓ દ્વારા શનિવારે આખા બજારમાં ફરીને માઈક પર જાહેરાત કરવામાં આવી હતી, જેના બાદ બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube