ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!
વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
કેતન જોશી/અમદાવાદ :રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તમામ જિલ્લામાં મેઘરાજાએ શરૂઆતમાં ખૂબ જ હેત વરસાવ્યું હતું. ખેડૂતોએ મગફળી, કપાસ તેમજ અન્ય પાકની વાવણી કરી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ, વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. હજુ પણ વરસાદ નહિ આવે તો લોકોએ મને કમને મોંઘા ભાવના શાકભાજી ખાવા પડશે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થઈ રહી છે.
સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત
હાલ બજારમાં શાકભાજીના છૂટક ભાવ પ્રતિ કિલો આ પ્રમાણે છે.
વટાણા - 150-160 રૂપિયે કિલો
ગુવાર - 70-85 રૂપિયે કિલો
તુરીયા - 80-85 રૂપિયે કિલો
દુધી - 25-30 રૂપિયે કિલો
લીંબુ - 45-5૦ રૂપિયે કિલો
રીન્ગલા - 25-30 રૂપિયે કિલો
કરેલા - 60-70 રૂપિયે કિલો
આદું - 60-70 રૂપિયે કિલો
ચોળી - 40-45 રૂપિયે કિલો
ફ્લાવર 80-100 રૂપિયે કિલો
ધાણા - 300-350 રૂપિયે કિલો
ટામેટા - 45-6૦ રૂપિયે કિલો
મરચા - 40-55 રૂપિયે કિલો
કોબી 40-5૦ રૂપિયે કિલો
કન્તોલા - 180-19૦ રૂપિયે કિલો
ભીંડા - 50-6૦ રૂપિયે કિલો
કેપ્સીકમ - 70-8૦ રૂપિયે કિલો
કાકડી - 60 રૂપિયે કિલો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની વિધીવત શરૂઆત થઈ હોવા છતાં પણ વરસાદ નથી પડ્યો. વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો હતો. પરંતુ તેના બાદ ગુજરાતમા વરસાદ નહિવત છે. ગુજરાતના અનેક જિલ્લાઓ કોરાકટ છે. ખેડૂતોની સાથે લોકો પણ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :