સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત

અમદાવાદ પાસે બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. તો 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ પાસે બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. તો 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

https://lh3.googleusercontent.com/-2U2e26fIrU0/XTJ-QxNGpZI/AAAAAAAAIPk/zkip3Uj5rZ0Cj3GMec1KRL0aN1TVbY2YgCK8BGAs/s0/Ahm_Accident_177.JPG

મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં ટ્રકની ટક્કરને કારણે એસટી બસ રોડ પાસે આવેલી નાનકડી ખાડીમાં પડી હતી. ત્યારે સ્થાનિક લોકો તથા ત્યાંથી પસાર થતા લોકોએ ખાડીમાંથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. લોકોએ દોરડાથી મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ, ઘટનાને પોલીસ પણ દોડતી થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news