સંજય ટાંક/અમદાવાદઃ રાજ્યમાં એકતરફ હાલ ટ્રાન્સપોર્ટરની હડતાળને પગલે ટ્રકોના પૈડા થંભી ગયા છે તો બીજીતરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે એકાએક શાકભાજીની અછત ઉભી થતાં શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડેલો વરસાદ અને ટ્રાન્સપોર્ટર્સની હડતાળ ગૃહિણીઓ માટે વિલન સાબિત થઈ રહી છે. ત્યારે દરરોજ જમવાનું શું બનાવવું તેની મુંજવણ ગૃહિણીઓને થઈ રહી છે. કારણ કે બજારમાં હાલ શાકભાજીની અછત વર્તાઈ છે તો બીજીતરફ શાકભાજીની અછતને કારણે ભાવમાં 20થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


શાકભાજીના  ભાવમાં સરેરાશ 20થી 30 ટકાનો વધારો 
શાકભાજી      પહેલા       વર્તમાન ભાવ
બટાકા            18        25
ડુંગળી            15        20
ટામેટા             28        50
કોબીજ            15        25
ફ્લાવર            60       130
ભીંડા            40          60
આદુ            100        140
વટાણા          100      250
લસણ            35        55


વેપારીઓના મતે ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવકનું પ્રમાણ ઘટ્યું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી જે શાકભાજી આવતી હતી તે શાકભાજીની આવકનું પ્રમાણ ઘટ્યું છે. તો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જે તારાજી સર્જી છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે. તેથી આ જિલ્લાઓમાંથી પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. 


પૂર જેવી કુદરતી અને હડતાળ જેવી માનવસર્જિત આફતના કારણે હાલ રાજ્યમાં જનજીવન પર અસર થઈ રહી છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ભાવ સાતમાં આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે.