અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 1434ને પાર પહોંચ્યો છે. લોકોને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પણ કોરોના થયો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના શહેરના સતત ધમધમતા રહેતા માનસી ચાર રસ્તા વિસ્તારમાં બની હતી. શાકભાજીનું વેચાણ કરતા એક વેપારીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે પ્રાપ્ત થતી વિગત પ્રમાણે, માનસી સર્કલ નજીક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી વેપારીને મેડિકલ ટીમ હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ વેપારીની શાકભાજીની લારી ઘટનાસ્થળે જ પડી રહી હતી. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. 


ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ કોરોના સંકટમાં ઘેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. આજે ચાર દર્દીઓ સ્વસ્થ થયા છે અને ચાર લોકોના મૃ્ત્યુ પણ થયા છે. આમ અમદાવાદમાં કોરોનાથી સ્વસ્થ થતાં લોકો કરતા મૃત્યુઆંક વધુ છે. અમદાવાદમાં કોરોના વાયરસની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, બે દિવસથી પેટ્રોલ પમ્પ એટેન્ડન્ટ અને શાકભાજી-કરીયાણાના કામકાજ સાથે સંકળાયેલા  સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, જો કોર્પોરેશન આ કેસને શોધવામાં સફળ ન થયું હોત તો હજારો લોકોને ઇન્ફેક્શન લાગી શક્યું હોત. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube