વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા
ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. રાજ્યમાં શાકભાજીના ભાવમાં અધધ વધારો થયો છે. ધાણાં, આદું, મરચા, લસણના ભાવ ખૂબ જ વધ્યા છે. ફ્લાવર, કોબીજ, પાલક, મેથી, ડુંગરી, પરવળના ભાવમાં બમણો વધારો થયો છે. શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજમાં વધારો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની સીઝનની શાકભાજીનો ફાલ પુર્ણ થઇ ગયો છે. બીજી તરફ વરસાદ ન વરસવાના કારણે ચોમાસુ શાકભાજીની વિધિવત આવક શરૂ થઇ નથી. તેથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવ વધતાં ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે. ભાવ વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
આજે પેટ્રોલ-ડીઝલ માટે આવ્યા છે રાહતના સમાચાર, જાણો શું
શાકભાજીના ભાવમાં વધારો :
શાકભાજી | ભાવ(પ્રતિ કિલો) | 1 મહિનામાં વધારો |
ટામેટા | 70 થી 80 | 80થી 90% |
બટાકા | 20 થી 25 | 60થી 70% |
ડુંગળી | 20 સથી 25 | 60થી 70% |
રીંગણ | 30 થી 40 | 60થી 70% |
રવૈયા | 40 થી 50 | 60 થી 70% |
કાકડી | 70 થી 80 | 70થી 80% |
મરચા | 80 થી 90 | 50થી 70% |
ગાજર | 70 થી 80 | 80થી 90% |
ગલકા | 60 થી 70 | 70થી 80% |
પરવળ | 70 થી 80 | 70થી 80% |
કારેલા | 80 થી 90 | 60 થી 70% |
વટાણા | 120 થી 130 | 70થી 80% |
તુવેર | 100 થી 120 | 70થી 80% |
ગુવાર | 80 થી 90 | 50 થી 60% |
કંકોડા | 100 થી 120 | 70થી 80% |
ભીંડા | 30થી 40 | 70થી 80% |
દૂધી | 30 થી 40 | 50થી 60% |
કોબીજ | 40થી 50 | 50થી 60% |
ફ્લાવર | 100થી 120 | 70થી 80% |
ચોળી | 60થી 70 | 70થી 80% |
લીંબુ | 70થી 80 | 90થી 100% |
આદુ | 100થી 150 | 100થી 150% |
કોથમીર | 240થી 270 | 250થી 300% |
ઉલ્લેખનીય છે કે, વરસાદને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ સમયસર વાવેતર કરી દીધુ હતુ. પરંતુ ત્યારબાદ વરસાદ નહિ વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવવા લાગ્યા છે. હજારો ખેડૂતોને પાણી નહિ મળતા તેમનો પાક નિષ્ફળ નિવડ્યો છે, જેના કારણે ખેડૂતોએ પોતાના પાકને ઉપાડી લેવાની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. મોંઘા બિયારણો અને ખાતર સહિતનો ખર્ચ કરીને વાવણી કર્યા બાદ પાક નિષ્ફળ નિવડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ શાકભાજીના પાકને પણ અસર થઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :