આજે પેટ્રોલ-ડીઝલ માટે આવ્યા છે રાહતના સમાચાર, જાણો શું

ઈન્ટરનેશનલ ક્રુડ માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલની વચ્ચે પેટ્રોલની કિંમતમાં બુધવારે કોઈ બદલાવ જોવા મળ્યો નથી. આ પહેલા ચાર દિવસની સ્થિરતા બાદ મંગળવારે પેટ્રોલની કિંમતમાં તેજી આવી હતી. ડીઝલના ભાવ છેલ્લાં 12 દિવસથી જૂના સ્તર પર જ કાયમ છે. 

આજે પેટ્રોલ-ડીઝલ માટે આવ્યા છે રાહતના સમાચાર, જાણો શું

નવી દિલ્હી :ઈન્ટરનેશનલ ક્રુડ માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલની વચ્ચે પેટ્રોલની કિંમતમાં બુધવારે કોઈ બદલાવ જોવા મળ્યો નથી. આ પહેલા ચાર દિવસની સ્થિરતા બાદ મંગળવારે પેટ્રોલની કિંમતમાં તેજી આવી હતી. ડીઝલના ભાવ છેલ્લાં 12 દિવસથી જૂના સ્તર પર જ કાયમ છે. આ પહેલા મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 6 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈને 73.41 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. કોલકાત્તામાં પેટ્રોલના રેટમાં 10 પૈસા પ્રતિ લીટરની તેજી આવી અને અહીં 75.87 રૂપિયા પર પહોંચી ગયો છે. 

વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા

આ તમારા શહેરનો રેટ
આ પહેલા 19 જુલાઈના રોજ પેટ્રોલ 8 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલની કિંમતમા નરમાઈને કારણે ડીઝલની કિંમત સ્થિર થઈ છે. બુધવારે સવારે દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ક્રમશ 73.41 રૂપિયા, 75.87 રૂપિયા, 79.02 રૂપિયા અને 76.25 રૂપિયા પ્રતિ લીટર રહ્યા હતા. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ જૂના સ્તર પર ક્રમશ 66.24 રૂપિયા, 68.31 રૂપિયા અને 69.43 રૂપિયા અને 69.97 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. 

આ વર્ષે પેટ્રોલનો રેટ હાઈ રહ્યો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આ વર્ષે હાઈ લેવલ પર છે. આ પહેલા 29 નવેમ્બર 2018ના રોજ રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતો. તો 28 નવેમ્બરના રોજ પેટ્રોલનો ભાવ 73.57 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતો. ઈન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 57.02 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રુડ 64.08 ડોલર પ્રતિ બેરલના સ્તર પર બનેલો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news