ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ (Trump India Visit) ને પણ ગુજરાતના ભવ્ય વ્યંજનોનો શ્રેષ્ઠ આસ્વાદ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્રમ્પ (Donald Trump) માટે સોનાની થાળી અને ચાંદીની ચમચીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ટ્રંપ માટે ખાસ ગુજરાતી વ્યંજન નક્કી કરવામાં આવ્યા છે. તો બપોરના ભોજનમાં ટ્રંપને 32 ગુજરાતી પકવાનની સંપુર્ણ ડિશ પિરસવામાં આવશે. તો જમ્યા બાદ ટ્રંપ માટે ગુજરાતમાં ઉપલબ્ધ ખાસ 4 જ્યુસની પણ વ્યવસ્થા કરાઇ છે. આમ ગુજરાતના ભોજન (Gujarati Food) ની ભવ્યતાનો ટ્રંપને પુર્ણ અનુભવ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


ટ્રમ્પના આવવાના એક કલાક પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયું મોટેરા સ્ટેડિયમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા તેલમાં તમામ વાનગી બનાવાશે
અમદાવાદમાં ડોનલ્ડ ટ્રંપ માટે ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રંપને અમદાવાદમાં ખમણ, ઢોકળા, કુકીઝ, ગ્રીન ટી, આઈસ ટીસ, જિંજર ટી, ડાયટ કોક, બ્રોકોલી કોર્ન સમોસા સહિત ભોજનમાં આપવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે હોય અને તેમને ગુજરાતી વાનગીઓ ભોજનમાં પીરસવામાં ના આવે તેવુ કોઈ પણ હિસાબે શક્ય નથી. તેમના માટે સ્પેશિયલ ઓછા તેલમાં તમામ વાનગીઓ બનાવામાં આવી છે. તેમની સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રંપને તમામ વાનગીઓ સોના ચાંદીના ડિનર સેટમાં પીરસવામાં આવશે.


Live : ઉત્સાહી ટ્રમ્પે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું, ‘અમે રસ્તામાં છીએ, થોડીવારમાં પહોંચીશું....’


ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા તેમની સિક્યોરિટી ટીમ આ ભોજનને ચાખશે, જેના બાદ તે ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલેનિયા ટ્રમ્પ તથા ઈવાન્કા ટ્રમ્પને પિરસવામાં આવશે. આમ, અમેરિકન રાષ્ટ્રપતિ ગુજરાતની ધરતી પર આવીને સંપૂર્ણ રીતે શાહાકારી ભોજન પિરસાશે.


કોણે બનાવી છે ટ્રમ્પ માટે ખાસ રેસિપી
જ્યારે ભોજન અમેરિકાના રાષ્ટ્રપતિને પિરસવાની વાત આવે ત્યારે શેફની પસંદગી પણ ખાસ બની જતી હોય છે. ટ્રમ્પનું ફૂડ તૈયાર કરવાની ખાસ જવાબદારી ભારતના ફેમસ શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે. સુરેશ ખન્ના ફોરચ્યુન લેન્ડમાર્ક હોટલના પ્રખ્યાત શેફ છે. તેઓ ટ્રમ્પ પરિવાર માટે ઓછા તેલમાં બનનાર ગુજરાતી નાસ્તો અને ચા બનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક